ગૂગલ ન્યૂઝ સામગ્રી માટે મીડિયા કંપનીઓને ૭૩ અબજ રૂપિયા આપશે

0
31

ન્યૂઝ પબ્લિશર સાથે ગૂગલ પાર્ટનરશીપ કરશે

ગૂગલ ન્યૂઝ શોકેસ અંતર્ગત પસંદ કરેલી ૨૦૦ મીડિયા કંપનીઓને ગૂગલ આગામી ત્રણ વર્ષ સુધી ફંડ ફાળવશે

ગૂગલ ન્યૂઝ શોકેસ નામના પ્રોગ્રામ હેઠળ કંપની મીડિયા પબ્લિશર કંપનીઓને આગામી ત્રણ વર્ષમાં ૭૩ અબજ રૂપિયા આપશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે જર્મની, બ્રાઝીલ, આર્જેન્ટિના, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયામાંથી ૨૦૦ મીડિયા કંપની સાથે પાર્ટનરશીપ કરાશે.
ન્યૂઝ સામગ્રી આપવાના બદલામાં ગૂગલ આગામી ત્રણ વર્ષ સુધી પસંદ કરેલી મીડિયા કંપનીઓને એક અબજ ડોલર એટલે કે અંદાજે ૭૩ અબજ રૂપિયા આપશે. ગૂગલ ન્યૂઝ શોકેસ નામના પ્રોગ્રામ અંતર્ગત મીડિયા કંપનીઓ સાથે આ પાર્ટનરશીપ થશે. કંપનીએ બ્રાઝિલ અને જર્મનીમાં ગૂગલ ન્યૂઝ શોકેસ નામનું ફિચર લોંચ કર્યું હતું.
આ પ્રોગ્રામ હેઠળ ન્યૂઝ પબ્લિશરને ફિચર અને આર્ટિકલ્સ પર પણ પૂરે પૂરું ધ્યાન આપવાની મોકળાશ હશે. અત્યારના ગૂગલ ન્યૂઝ કરતા આ અલગ પ્લેટફોર્મ હશે. પબ્લિશર્સ અને વાચકોનો તેમાં અલગ અને વધારે બહેતર અનુભવ હશે એવું સુંદર પિચાઈએ એક બ્લોગમાં કહ્યું હતું.
આ પ્રોગ્રામમાં ન્યૂઝ કંપનીઓ જે સમાચારો અપલોડ કરશે તેમાં ટાઈમલાઈન, બુલેટ્સ, રિલેટેડ આર્ટિકલ્સ જેવી સુવિધા મળશે. એ ઉપરાંત તેમાં વિડીયો, ઓડિયો અને ડેઈલી ન્યૂઝ બ્રિફની સુવિધા મળશે. એ બધું જ ગૂગલના ન્યૂઝ શોકેસ પ્લેટફોર્મમાં જ ઉપલબ્ધ થશે.
ભારતમાં પણ આ પ્રોગ્રામ શરૂ થશે, પરંતુ અત્યારે જે દેશોમાં તેની શરૃઆત થઈ છે તેમાં ભારતનો સમાવેશ થયો નથી. કંપનીએ આગામી સમયમાં ભારતમાં પણ આ ફિચર લોંચ કરવાનો સંકેત આપ્યો હતો. અત્યારે જે ગૂગલ ન્યૂઝની સર્વિસ છે એમાં આ પ્રોગ્રામથી વધારે સુવિધા ઉમેરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here