ગોત્રી સેવાસી રોડ પરની વી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરની આપેલી મંજૂરી રદ્દ

0
28

વડોદરા ગોત્રી સેવાસી રોડ પર આવેલી વી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કોરોના ની સારવાર શરૂ કરતાં સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. જેને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અમલદારએ તાત્કાલિક અસરથી આપેલી મંજૂરી રદ કરી હતી.

વડોદરા શહેરમાં અનેક જગ્યાએ રહેણાક વિસ્તારમાં ચાલતી કોરોના હોસ્પિટલ અંગે અવારનવાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારની હોસ્પિટલોને મંજુરી નહીં આપવા તાજેતરમાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

દરમિયાનમાં ગોત્રી સેવાસી રોડ પર આવેલી V Care મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી કોરોના હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી હતી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર થતાં જોઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો.

સ્થાનિક રહીશોએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે ગોત્રી સેવાસી વિસ્તારમાં કોરોનાના કોઈ કેસ થયા નથી અને આ સમગ્ર વિસ્તાર સલામત છે ત્યારે આ હોસ્પિટલને કોરોનાની સારવારની મંજૂરી આપવામાં આવી છે તે અયોગ્ય છે. આ અંગે તેઓએ મ્યુનિસિપલ કમિશનર અને ખાસ ફરજ પરના અધિકારી સમક્ષ પણ રજૂઆત કરી હતી.

આ બાબતને ધ્યાનમાં રાખી તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અમલદાર પટેલે V Care મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને આપેલી કોરોનાના સારવારની મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here