ગોલ્ડન મેમરી:જે ફોટોને હેમામાલિની વર્ષોથી શોધી રહ્યા હતા તે હવે છેક મળ્યો, બોલિવૂડ ડેબ્યુ પહેલાં 14 વર્ષની ઉંમરે ફોટોશૂટ કરાવ્યું હતું

0
68

ડ્રીમ ગર્લ હેમામાલિનીએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1968માં રાજ કપૂર સાથે ‘સપનોં કે સોદાગર’થી કરી હતી. પરંતુ તે પહેલાં તેમણે એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. હેમા અંદાજે 55 વર્ષ જૂના આ ફોટોને તેમની બાયોગ્રાફીમાં સામેલ કરવા ઇચ્છતા હતા, પરંતુ તે સમયે તેમને આ ફોટો ન મળ્યો. શનિવારે જ્યારે આ ફોટો મળ્યો તો તેઓ ખુદને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા અટકાવી શક્યા નહીં.

બાયોગ્રાફીમાં સામેલ કરવા ઇચ્છતા હતા હેમા
હેમાએ લખ્યું- ‘હું ઘણા વર્ષોથી આ ખાસ ફોટો શોધી રહી હતી. આ એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું જેનું મને નામ યાદ નથી પણ મને એટલું યાદ છે કે AVM સ્ટુડિયોમાં તેનું શૂટિંગ થયું હતું. રાજ કપૂર સાહેબ સાથે સપનોં કા સોદાગરમાં ડેબ્યુ કર્યા પહેલાં, તે સમયે મારી ઉંમર 14 કે 15 વર્ષ હશે. હું મારી બાયોગ્રાફી ‘બિયોન્ડ ધ ડ્રીમગર્લ’માં આ સામેલ કરવા ઇચ્છતી હતી જ્યારે રાઇટર રામ કમલ મુખર્જી તેને લખી રહ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે અમને ત્યારે ફોટો ન મળ્યો. આખરે હવે મને આ ફોટો મળ્યો માટે હું ઘણી ખુશ છું અને હવે હું આ તમારી સાથે શેર કરી રહી છું.

હેમાની ફિલ્મી સફર
મથુરાના સાંસદ હેમા 72 વર્ષના થયા છે. છેલ્લા ચાર દશક દરમ્યાન તે 150થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે 1961માં સૌથી પહેલા પાંડવ વનવાસમમાં નાનો રોલ પ્લે કર્યો હતો. જાન્યુઆરી 2020માં તેમની વર્ષોથી અટકી પડેલી ફિલ્મ ‘શિમલા મિર્ચી’ પણ રિલીઝ થઇ ગઈ છે, જેમાં તેમની સાથે રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here