ગૌહર ખાને ઈસ્માઈલ દરબારના પુત્ર અને ડાન્સર ઝૈદ દરબાર સાથે સગાઈ કરી

0
84

ઈસ્માઈલ દરબારના પુત્ર ઝૈદ દરબાર અને ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. ગૌહર ખાન દ્વારા તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ ઉપર એક તસવીર શેર કરવામાં આવી હતી. ડાન્સર ઝૈદ અને ગૌહર ખાન એકબીજા સાથે ઊભા છે અને તેમની આસપાસ બલૂન ગોઠવવામાં આવ્યા છે. આ તસવીર શેર કરવા દરમિયાન એવી કોમેન્ટ પણ લખવામાં આવી હતી કે, તેણે (ગૌહર ખાને) હા પાડી દીધી. ગૌહર ખાન દ્વારા આ પોસ્ટ સાથે વિંટીની એક ઈમોજી પણ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે, ઝૈદ અને ગૌહર એકબીજા સાથે રિલેશનમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. સૂત્રોના મતે બંનેએ સગાઈ કરી લીધી છે અને ડિસેમ્બરમાં લગ્ન પણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here