ઘરગત્થુ ઉપાયો દ્વારા વાળને રંગવાના તરીકા

0
39

ગૃહિણીના રસોડામાં રહેલી ચીજોથી વિવિધ હેર કલર તૈયાર કરી શકાય છે જેનાથી વાળની ખૂબસૂરતી વધે છે. 

વાળને રંગવા માટે બજારમાં મળતા કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જે લાંબા ગાળે હાનિકારક સાબિત થાય છે. તેથી અહીં ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરીને વાળને રંગવાના ઉપાયો જણાવામાં આવ્યા છે. 

કંડિશનર સાથે ફુડ કલર ભેળવવું

વાળને ગુલાબી, ભૂરુ અથવા રીંગણ કલરનો લુક આપવો હોય તોફુડ કલર્સનો ઉપયોગ કરી શકાય. ફૂડ કલરને વાળની લંબાઇને ધ્યાનમાં રાખીને કંડિશનર સાથે ભેળવવું અને વાળમાં ૨૦ મિનિટ લગાડી રાખવુંય આ પછી હુંફાળા પાણીથી વાળ ધોઇ નાખવા. 

બીટથી બનાવો ડીપ રેડ કલર

બીટનો રસ કુદરતી રીતે જ લાલ રંગનો હોય છે અને તે સુરક્ષિત પણ મનાય છે. આ રસને ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. બીટના રસને કોપરેલમાં ભેળવી વાળમાં એક કલાક સુધી લગાડી રાખવું અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઇ નાખવા. વાળમાં બરગંડી અને રીંગણ કલરનો નિખાર આવશે. 

ગાજરથી આપો ઓરેન્જ કલરનો લુક

કોપરેલ અથવા તો કોઇ પણ તેલમાં ઓરેન્જ રંગના ગાજરનો રસ ભેળવી વાળમાં એક કલાક સુધી લગાડી રાખવું અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઇ નાખવા.જો જોઇતો હોય એવો રંગ ન થયો હોય તો ફરી વખત બીજા દિવસે કરવું. આને થોડા દિવસો સુધી સતત પણ કરી શકાય છે. 

તજથી આપો બ્રાઉનીશ રંગ

અડધો કપ તજનો પાવડર અને અડધો કપ કંડિશનર ભેળવવું. વાળ પર સારી રીતે લગાડવું અને એક કલાક રહીને હુંફાળા પાણીથી ધોઇ નાખવું.

તજ પાવડરને કોઇ તેલ સાથે ભેળવીને પણ લગાડી શકાય.

ટામેટાથી આપો લાલરંગ

વાળને હળવો લાલ રંગનો શેડ આપવા માટે ટામેટાના જ્યુસથી માલિશ કરીને શાવર કેપ પહેરી લેવી. અડધો કલાક રહીને હુંફાળા પાણીથી ધોઇ નાખવું. ટામેટા વાળમાંથી ખોડો દૂર કરશે, ત્વચા સામાન્ય કરશે તેમજ પીએચ લેવલનું સ્તર વધારશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here