ચંદ્ર પર આવ્યો જોરદાર ભૂકંપ, તિરાડ જોઇને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

  0
  67

  એ તો તમે જાણતા જ હશો કે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. એ ખુદ નથી ચમકતો, પરંતુ સૂર્યના તેજથી પ્રકાશિત થાય છે. છેલ્લા ઘણા સમયથી ચંદ્રને લઇને વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યા છે. હાલમાં જ અનેક દેશોએ ચંદ્ર પર પોતાના અભિયાન મોકલ્યા છે. ચીનનું રોવર, તો ભારતે પણ એક વર્ષ પહેલા પોતાનું ઑર્બિટર મોકલ્યું છે. નાસા પણ 4 વર્ષની અંદર 2 લોકોને ચંદ્ર પર ઉતારવાની યોજના પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ દરમિયાન ચંદ્ર પર મળેલી એક તિરાડે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે.

  ચંદ્ર પર શોધ માટે અનેક રોબોટિક અંતરિક્ષયાન મોકલવામાં આવ્યા છે

  ચંદ્રમાં પૃથ્વીનો એક માત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના મહાસાગરોમાં ભરતી-ઓટ લાવે છે. તો સામાન્ય રીતે આ ઉપગ્રહ દિશાસૂચક તરીકે પણ કામ કરે છે અને અનેક દેશોના કેલેન્ડર પણ આની ચાલ પર નિર્ભર કરે છે. જો ચંદ્ર ના હોત તો ધરતી પર દિવસ-રાત 24 કલાકની જગ્યાએ ફક્ત 6થી 12 કલાકના જ હોત. એક વર્ષમાં 365 દિવસ નહીં, પરંતુ 1000થી 1400ની આસપાસ દિવસ હોત. ચંદ્ર પર શોધ માટે અનેક રોબોટિક અંતરિક્ષયાન મોકલવામાં આવ્યા છે. આનાથી મળેલી જાણકારીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા રહે છે અને નવી-નવી જાણકારીઓ વિશે જણાવતા રહે છે.

  ચંદ્રની સપાટી પર રહસ્યમયી તિરાડ

  કંઇક આ જ રીતની એક નવી શોધે રિસર્ચર્સને ચોંકાવી દીધા છે. તેમણે ચંદ્રની સપાટી પર એક અજીબ તિરાડ જોઇ છે. સ્મિથસન ઇન્સ્ટીટ્યૂટના આ રિસર્ચમાં એપોલો-17 દરમિયાન લગાવવામાં આવેલા સેન્સર્સના માધ્યમથી રિસર્ચર્સે આ ફોલ્ટ જોયો. રિસર્ચર્સના આંકડાઓથી એ વાત સામે આવે છે કે ચંદ્રની સપાટી પર રહસ્યમયી તિરાડ એક શક્તિશાળી ઝાટકાના કારણે નુકસાન પહોંચાડવા માટે પર્યાપ્ત છે.

  ચંદ્ર પર ભૂકંપ થયો હોવાની પુષ્ટિ 

  ઉલ્લેખનીય છે કે આ અધ્યયનથી ચંદ્ર પર ભૂકંપ થયો હોવાની પુષ્ટિ પણ મળે છે. વૈજ્ઞાનિકો માટે આ જાણકારી ત્યારે મહત્વપૂર્ણ થઈ જાય છે જ્યારે તેઓ ઘણી દૂરથી ચંદ્રમાનું અવલોકન કરી રહ્યા છે અને ભવિષ્યમાં અહીં લોકોને વસાવવા માટે વિચારી રહ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here