‘ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત’, રાતોરાત પ્રખ્યાત થનારી રાનૂની હાલત ખરાબ, કોરોના વાયરસે….

0
107

પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઇને રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગઇ હતી. પ્રખ્યાત થયા બાદ રાનૂ માટે લાઇફ પહેલા જેવી નથી રહી. તેણે જે પણ કર્યું, જે પણ પહેર્યું તેને લઇને તે ચર્ચામાં રહી. નવરાત્રિ દરમિયાન પણ ગત વર્ષે કોલકત્તામાં કદાચ જ એવું કોઇ પૂજા પંડાલ બચ્યું હશે, જ્યાં રાનૂનું ગાયેલુ ગીત તેરી મેરી કહાનીનું સુપર હિટ વર્ઝન પ્લે કરવામાં ન આવ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા સેંસેશન પણ બની ગઇ હતી. ચારેકોર રાનૂની ચર્ચા હતી અને તેની લોકપ્રિયતા હતી.

પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકો પરથી તેના અવાજનો જાદુ ગાયબ થઇ ગયો છે. નવેમ્બર 2019માં રાનૂ મંડલે હિમેશ રેશમિયાની સાથે ત્રણ ગીત રેકોર્ડ કર્યા હતા. પરંતુ હાલમાં જ કોઇએ તેના વિશે કઇ સાંભળ્યું નથી. ખબર આવી રહી છે કે તેની લાઇફમાં ફરીથી અંધારુ છવાઇ ગયું છે. કોરાના વાયરસને લઇને તેની હાલત ખૂબ ખરાબ છે. ખબર છે કે રાનૂ મંડલને મુંબઇમાં હાલ કોઇ કામ મળી રહ્યું નથી. જેને લઇને તે ખૂબ પરેશાન છે.

એક બાદ એક વિવાદોમાં ઘેરાયેલી રાણાઘાટની લતા હવે નવી તકની શોધમાં છે. લોકપ્રિયા થયા બાદ, રાનૂએ તેનું જુનુ ઘર છોડી દીધું હતું અને એક નવા ઘરમાં શિફ્ટ થઇ ગઇ હતી. પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે રાનૂ મંડલને આ નવું ઘર છોડીને તેના જૂના ઘરમાં પરત ફરી છે. મળતી માહિતી મુજબ, રાનૂ પાસે બોલિવૂડમાં વધારે કામ ન હતું અને આર્થિક રીતે તેની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ છે. જેન લઇને તે તેના જૂના ઘરે પરત ફરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here