ચિંતાજનક / મેઘરાજાએ વિદાય લેતા લેતા આ શહેરને ઘમરોળ્યું, 11ના મોત, કેટલાંય વિસ્તારો જળમગ્ન

0
30

હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 9 લોકોના મોત બદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાથી થયા છે. રસ્તાઓ પર પાણી ભરાયું છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે રાજ્ય સરકારના તમામ દાવાની પોલ ખોલી છે.

  • મોહમ્મદિયા હિલ્સમાં દિવલ પડવાથી 9 લોકોના મોત થયા
  •  ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં તેમના ઘરની છત ધરાશાયી થઈ હતી
  • 24 કલાકમાં 20 સેમી વરસાદ થયો છે

હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારે વરસાદના કારણે બંદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં દિવલ પડવાથી 9 લોકોના મોત થયા છે અને 2 ઘાયલ છે. ઘટના સ્થળે નિરિક્ષણ દરમિયાન મે શાહાબાદમાં ફસાયેલા બસ પ્રવાસીઓને મે લિફ્ટ આપી છે.

એક ઘટના સ્થળમાં 40 વર્ષીય મહિલા અને તેની 15 વર્ષીય દીકરીનું મોત થયું છે. ભારે વરસાદે મંગળવારે ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં તેમના ઘરની છત ધરાશાયી થઈ હતી. તેલંગાણામાં મંગળવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ છે. જેના કારણે અનેક વિસ્તારો પાણી ભરાઈ ગયા છે. જનજીવન ખોરવાયું છે.

ભારે વરસાદથી હૈદરાબાદના અટ્ટાપુર મેન રોડ, મુશીરાબાદ, ટોલી ચોરી વિસ્તાર અને દમ્મીગુડા સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ રહ્યા છે.  એનડીઆરએફની ટીમો કામે લાગી છે.

હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમી વરસાદ થયો છે. એલબી નગરમાં 25 સેમી વરસાદ થયો છે. મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો રિપોર્ટ માંગ્યો છે. તમામ તંત્રને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. વરસાદના કારણે ઉસ્માનિયા યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ ટેક્નિકલ યુનિવર્સિટીએ આજે અને કાલે થનારી પરિક્ષાઓ ટાળી દીધી છે યુનિ.એ કહ્યું છે કે બીજી તારીખ જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here