ચીનમાં રિટેલ ફુગાવો અપેક્ષા કરતા નીચો રહેતા સ્થિતિ વિપરીત હોવાની શકયતા

  0
  8

  ઓકટોબરનો ફુગાવો ૨૦૦૯ બાદ સૌથી નીચી સપાટીએ

  ચીનમાં ફેકટરી-ગેટ ભાવ ઓકટોબરમાં અપેક્ષા કરતા વધુ ઘટયા છે અને ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો ૨૦૦૯ની નીચી સપાટીએ જોવા મળ્યો છે. ભાવ તથા ફુગાવામાં ઘટાડો ચીનમાં કોરોનાને કારણે આર્થિક પડકારો ચાલુ હોવાના સંકેત આપે છે.

  ધ પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ ઓકટોબરમાં વાર્ષિક ધોરણે ૨.૧૦ ટકા ઘટયો છે, એમ ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસના એક નિવેદનમાં જણાવાયું હતું. 

  નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં અપેક્ષા કરતા વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ફુગાવાના નબળા આંક સૌથી વિપરીત સ્થિતિના સંકેત આપે છે. નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ ચીનમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રિકવરી થઈ રહ્યા નિર્દેશ કરે છે. 

  ૨૦૨૦માં ચીનનો આર્થિક વિકાસ દર સામાન્ય વધવાની ધારણાં રખાઈ રહી છે, પરંતુ ૨૦૨૧માં તેમા જોરદાર બાઉન્સ જોવા મળશે એમ એનાલિસ્ટો  જણાવી રહ્યા છે. ગ્રાહક ભાવ નિર્દેશાંક વાર્ષિક ધોરણે અડધો ટકો વધ્યો છે જે ૨૦૦૯ બાદ સૌથી ધીમો સુધારો છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here