ચીની કંપનીએ પોતાના કર્મચારીઓને 1.83 લાખના મોંઘાદાટ ફોનની ભેટ આપી, પણ લોકો છે કે ઓનલાઈન વેચી રહ્યા છે

0
77

ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી સારા કામની આશા રાખે છે અને રિટર્નમાં કંપની તેઓને સારા એવા રિવોર્ડ્સ પણ આપતી હોય છે. ચાઈનીઝ ટેક કંપની Tencentએ પોતાના 10 હજાર કર્મચારીઓને Huawei Mate Xs ફોન ગિફ્ટમાં આપ્યો હતો. આ ફોનની કિંમત લગભગ 16999 યુઆન એટલે કે અંદાજે 1 લાખ 83 હજાર રૂપિયા છે. પણ મજાની વાત એ છે કે, ચીની કંપનીના કર્મચારીઓએ આ ફોન હવે ઓનલાઈન વેચી રહ્યા છે.

ચીની બ્રાન્ડ Tencentએ 30 સપ્ટેમ્બરના રોજ PCG ( પ્લેટફોર્મ એન્ડ કન્ટેન્ટ બિઝનેસ ગ્રૃપ) ઈવેન્ટમાં 10 હજાર કર્મચારીઓને 1.83 લાખની કિંમતનો મોંઘોદાટ હુવાવેનો ફોલ્ડેબલ Mate Xs સ્માર્ટફોન ગિફ્ટમાં આપ્યો હતો. જો કે, આટલો મોંઘા ફોનની કર્મચારીઓને કોઈ જરૂર ન હતી. પણ આટલો મોંઘો ફોન ફ્રીમાં મળતાં કર્મચારીઓએ આ ફોન ઓનલાઈન વેચવાનું શરૂ કરી દીધું હતું.

ગિફ્ટ કરેલ આ ફોનમાં ટેન્સેન્ટ વેરિયેન્ટનું લેબલ પણ લાગેલું છે અને તેને કારણે અનેક લોકો તેને ખરીદવા પણ ઈચ્છી રહ્યા છે. સામાન્ય રીતે ફોનને રિસેલ કરતી વખતે તેની કિંમત ઘટી જતી હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફોનની કિંમત 1.83 લાખ રૂપિયા છે, પણ કર્મચારીઓ તેને ઓનલાઈન 2.15 લાખ રૂપિયામાં વેચી રહ્યા છે. અને લોકો આ ફોન ખરીદવા માટે પૈસા પણ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here