ચીન અને નેપાળ વચ્ચે સરહદ વિવાદ વકર્યો? ડ્રેગનની સેનાએ કર્યા આવા હાલ

0
31

ભારતની સાથે સરહદ વિવાદને લઇ તીખા તેવર અપનાવનાર નેપાળ ચીનની સાથે એવા કોઇપણ વિવાદની વાતનું ખંડન કરતું આવ્યું છે. એટલે સુધી કે નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી એ એટલે સુધી સ્પષ્ટતા કરી કે દેશનો સરહદ વિવાદ ભારતની સાથે છે, ચીનની સાથે નથી. બીજીબાજુ તમામ સરકારી રિપોર્ટસ અને વિપક્ષી દળ પણ સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું અને દાવો કર્યો કે ચીન સરહદથી થાંભલા ગાયબ કરીને યથાસ્થિતિની સાથે છેડછાડ કરી રહ્યા છે. હવે ચીનના સુરક્ષાબળોએ નેપાળની એક ટીમ પર ટિયર ગેસના સેલ છોડ્યાના સમાચાર સામે આવ્યા છે.about:blank

થાંભલાને મોનિટર કરી પાછા ફરી રહ્યા હતા

આ ટીમ હુમલા જિલ્લાના નમખા વિસ્તારમાં સરહદ પર લાગેલા પિલરની તપાસ કરવા ગયું હતું. આ અંગે નમખા ગામના નિકાયના ઉપાધ્યક્ષ પેના લામા એ માહિતી આપી. તેમણે કહ્યું કે ચીનની તરફથી નેપાળની ટીમને નિશાન બનાવીને ટિયર ગેસના સેલ છોડાયા. આ ટીમનું નેતૃત્વ નેપાળી કોંગ્રેસના નેતા જીવન બહાદુર શાહી કરી રહ્યા હતા.

જ્યારે ટીમ પર હુમલો થયો ત્યારે આ લોકો હુમલામાં પોસ્ટને મોનિટર કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા. લામાએ કહ્યું કે ટિયર ગેસ પિલર નંબર 9ની પાસે છોડાયા જ્યારે તે લોકો 5, 6, 7 અને 8 નંબરના પિલરનું નિરીક્ષણ કરીને પાછા ફરી રહ્યા હતા. લામાને પણ આંખોમાં ઇજા પહોંચી છે.

રિપોર્ટસમાં લગાવ્યો હતો આરોપ

ઉલ્લેખનીય છે કે નેપાળના કૃષિ મંત્રાલયના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ચીન તિબેટમાં નિર્માણકાર્યના નામ પર નેપાળની જમીન અને તેના ગામ પચાવી રહ્યું છે. આરોપ લગાવ્યો કે કેટલીય નદીઓની દિશા બદલીને, તો કયાંક સરહદ પર લાગેલા થાંભલા આગળ વધારીને ચીન નેપાળની જમીન પર કબ્જો કરી રહ્યું છે. તેને લઇ વિપક્ષી દળોએ ખૂબ હોબાળો પણ કર્યો.

નેપાળની સરકાર કરી રહી છે ખંડન

જો કે દેશની નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી આ આરોપોનું ખંડન કરતી આવી. દેશના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ એટલે સુધી કહી દીધું કે જે થાંભલા ગાયબ થયાનો દાવો કરાઇ રહ્યો છે તે કયારેય લાગેલા જ નહોતા. નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી એ પણ કહ્યું કે ચીનની સાથે સરહદ વિવાદ નથી, ભારતની સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here