ચીન સહિત 14 દેશો વિશ્વના સૌથી મોટા વ્યાપાર કરાર માટે સહમત થયા

0
38

વિયેતનામમાં આયોજિત વર્ચ્યુલ કોન્ફરન્સમાં

– દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહેલી તંગદીલીથી દેશો વચ્ચેના સંબંધો પર માઠી અસર પહોંચી : ભારતે ચીનને રોકડુ પરખાવ્યું

ચીન સહિતના 14 જેટલા દેશોએ વ્યાપાર સંબંધી કરારો માટે સહમતી વ્યક્ત કરી છે. એશિયાના દેશો વચ્ચે વ્યાપાર કરારો થઇ ગયા બાદ કોરોના મહામારી બાદ જે આિર્થક નબળી સિૃથતિનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી બહાર આવવામાં મદદ મળશે. 

બીજી તરફ 15મા એશિયા સમ્મેલનમાં ભારત વતી વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સામેલ થયા હતા. તેઓએ ચીનનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું હતું. 

તેઓએ દક્ષિણ ચીન સમુદ્રનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે પ્રકારની ઘટનાઓ સમુદ્રી વિસ્તારોમાં થવા લાગી છે તેનાથી એકબીજા પરનો વિશ્વાસ દેશો ગુમાવી રહ્યા છે. ચીનની અવળચંડાઇ હાલ આ દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહી છે જેને પગલે ભારતે ચીનનું નામ લીધા વગર આ આંતરરાષ્ટ્રીય વિવાદ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. 

જ્યારે રવિવારે ચીન અને અન્ય 14 દેશો વ્યાપાર સંબંધી એક કરાર માટે સહમત થયા હતા. જેને રીજનલ કોમ્પહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ આૃથવા તો આરસેપ નામ આપવામાં આવ્યું હતું. 

ઓનલાઇન કોન્ફરન્સ દ્વારા વિવિધ દેશો દ્વારા આ કરારો પર સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન વીયેતનામ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના વડા પ્રધાન ગુયેન ક્ઝૂએ કહ્યું હતું કે આઠ વર્ષની મહેનત બાદ આખરે આપણે આરસેપ માટે સહમત થયા છીએ જેનાથી એશિયાના દેશોના આિર્થક વિકાસમાં પણ મદદ મળી રહેશે. આ કરારોને વિશ્વનો સૌથી મોટો વ્યાપાર કરાર પણ કહેવામાં આવે છે. જોકે આ કરારોમાં ભારતને જોડાવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here