ચૂંટણી / ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે 5 ઉમેદવારોની કરી જાહેરાત : સૂત્ર

0
160

પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં ચૂંટણી યોજાવા જઇ રહ્યા છે. ત્યારે આજે ભાજપે 8 પૈકી 7 બેઠકના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ હવે કોંગ્રેસે પણ 5 ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

 • ભાજપ- કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર 
 • ભાજપે 7 અને કોંગ્રેસે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી 
 • રાજ્યમાં 8 બેઠક માટે યોજાવાની છે પેટા ચૂંટણી 

કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોની યાદી 

 • ગઢડા : મોહન સોલંકી 
 • અબડાસા : શાંતિલાલ સેંઘાણી 
 • ધારી : સુરેશ કોટડીયા 
 • મોરબી : જેન્તી પટેલ 
 • કરજણ : ધર્મેશ પટેલ

ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર

 1. અબડાસા – પ્રદ્યૂમનસિંહ જાડેજા
 2.  મોરબી – બ્રિજેશ મેરજા
 3.  ધારી – જે.વી.કાકડિયા
 4. ગઢડા – આત્મારામ પરમાર
 5.  કરજણ – અક્ષય પટેલ
 6. ડાંગ – વિજય પટેલ
 7. કપરાડા – જીતુ ચૌધરી

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here