અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી(US Election 2020) પહેલા શોર્ટ વીડિયો એપ ટિકટોકને બેન કરવામાં આવી હતી. ત્યારે હવે ટિકટોકે(Tiktok) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પોતાનો ‘બદલો’ લીધો હોય એમ લાગી રહ્યું છે. કારણ કે ચીની એપે ડોનાલ્ડ ટ્રમ્પને(Donald Trumps) એવા સમયે ઝટકો આપ્યો છે. જ્યારે તેમની પાર્ટી મત ગણતરીમાં વિરોધી પાર્ટી ડેમોક્રેટિકથી પાછળ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચીની એપે માહિતી આપી કે તેણે બે રિપબ્લિકન-સમર્થકોના એકાઉન્ટથી ચૂંટણી અંગે ખોટી માહિતી ફેલાવતા વીડિયો હટાવ્યા છે. આ બે એકાઉન્ટ રિપબ્લિકન હાઇપ હાઉસ અને ધ રિપબ્લિકન બોઇઝ(Republican Boys) છે. રિપબ્લિકન હાઇપ હાઉસ(Republican Hype House,) અને રિપબ્લિકન બોઇઝના વીડિયો ‘ચૂંટણી છેતરપિંડી’ અંગે ખોટા દાવા કરી રહ્યાં હતા. કારણ કે મત ગણતરી હાલ પણ ચાલુ છે.
ચીની એપે આ અંગે સોશિયલ મીડિયા(Social Media) થકી માહિતી આપી છે. જેમાં કહ્યું કે આ વીડિયો ભ્રામક માહિતીઓ સાથે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી મત ગણતરી દરમિયાન ટ્વિટર અને ફેસબુક(FaceBook) બંને પણ ટ્રમ્પની ‘મોટી જીત’ અને ‘વોટિંગ છેતરપિંડી’નો દાવો કરનારી પોસ્ટને ફ્લેગ કરવામાં વ્યસ્ત હતા.