છલોછલ / દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન ડેમ છલકાતાં આ લોકો માટે આવ્યાં સારા સમાચાર

0
54

ગુજરાતમાં આ વર્ષે મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં અંદાજે કુલ 130 ટકાથી પણ વધારે જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમ છલકાયો છે. ડેમે ભયજનક સપાટી 345 ફૂટને પાર કરી દીધી છે.

  • તાપી, સુરત, નવસારી અને વલસાડના લોકો માટે સારા સમાચાર
  • ઉકાઇ ડેમમાં 2 વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો
  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઇ ડેમ છલકાયો

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાડ ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર છલકાયો છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટને પાર જોવા મળી છે. જેને લઇને તાપી, સુરત, નવસારી અને વલસાડના લોકો માટે સારા સમાચાર આવ્યાં છે. 

ઉકાઇ ડેમ ચાલુ સિઝનમાં પ્રથવાર 100 ટકા ભરાયો છે. હાલ ડેમમાં 6,229 ક્યૂસેક પાણીની આવક-જાવક જોવા મળી છે. ઉકાઇ ડેમ છલકાતા આગામી 2 વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો જોવા મળી છે. આ ડેમ છલકાતાં દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઇ-પીવાનું પાણી મળી રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here