છુટાછેડા બાદ ફરીથી લગ્ન કરવા દબાણ કરી મહિલાની છેડતી

0
32

– ગુલબાઈ ટેકરા વિસ્તારની ઘટના

– પૂર્વ પતિએ લગ્ન કરવા દબાણ કરી ઢોર માર માર્યો : ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી મહિલા સાથે છુટાછેડા લીધા બાદ તેના પુર્વ પતિએ તેને ફરીથી લગ્ન કરવા દબાણ કરીને ઢોર માર માર્યો હતો અને તેની શારીરિક છેડતી કરી હતી. ઉપરાંત મહિલા અને તેના પુત્રને ધમકી આપી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન જગાભાઈ આર.ભાટી સાથે થયા હતા. જેમાં તેમને 15 વર્ષનો દિકરો છે. લગ્ન બાધ પતિ અને સાસરીયા ત્રાસ આપચા મહિલાએ કોર્ટમા ભપણપોષણનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં 2013માં મહિલાએ છુટાછેડા લીધા હતા.

બીજીતરફ પુર્વ પતિએ કોઈ યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને તેને એક દિકરી પણ છે. જોકે બીજી પત્ની સાથે મનમેળ ન હોવાથી તેના પિયરમાં છોકરી મુકીને જતી રહી હતી. દરમિયાન પુર્વ પતિ મહિલાને રસ્તામાં જતા આવતા ફરીથી લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. તુ ફરીથી લગ્ન નહી કરે તો તારા દિકરાને તારી સાથે રહેવા નહી દઉં એવી ધમકી પણ આપતો હતો.

બીજીતરફ 26 ઓગસ્ટના રોજ પુર્વ પતિએ મહિલાના ઘરે આવીને લગ્ન માટે દબાણ કરીને ઢોર માર માર્યો હતો ઉપરાંત મહિલાની શારીરિક છેડતી કરી હતી. મહિલાએ પ્રતિકાર કરતા તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને તુ મારી સાથે લગ્ન નહી કરે તો તારા ભાઈ અને પુત્રને રહેવા નહી દઉં એવી ધમકી આપી હતી. જેને પગલે મહિલાએ જગાભાઈ ભાટી સામે ગુજરાત યુનિવ્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here