છેલ્લા 6 મહિનાથી બંધ રાજ્યના અભ્યારણ્યો થશે અનલોક, પ્રવાસીઓ કરી શકશે સિંહ દર્શન

0
58

– વિશ્વ વિખ્યાત ગીર સફારી પણ ખોલવામાં આવશે

કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું અને આ લોકડાઉન બાદ હવે દેશને અનલોક કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અનલોક-5 લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જીમ, સિનેમા, સ્વિમીંગ પુલ પણ ખોલવામાં આવ્યા છે. જેમાં હવે રાજ્યના અભ્યારણ્ય પણ ખુલશે.

રાજ્યના વિવિધ અભ્યારણ્ય પણ 15મી ઓક્ટોબરથી ખોલવામાં આવશે. જ્યારે એશિયાનું પ્રખ્યાત ગીર અભ્યારણ્ય પણ ખોલવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

આગામી 15 ઓક્ટોબરથી રાજ્યમા વિવિધ અભ્યારણ્યો પણ ખુલશે. જેમાં ગીર સેન્ચ્યુરી, સફારી પાર્ક ખોલવામાં આવશે. જોકે મુલાકાતીઓએ કોવિડ-19ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. મુલાકત અગાઉ મુલાકાતીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. પાર્કમાં ગણતરીના જ લોકોને પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસની મહામારીના લીધે ગત 16 માર્ચથી સાસણમાં સિંહ દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા અને આખું સાસણ પ્રવાસીઓ પર નભે છે ત્યારે અહીંના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here