જનાક્રોશ / પરેશ ધાનાણીના પ્રહાર : ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના નારા સાથે ભાજપને ગુજરાતની ગાદી સોંપી હતી પરંતુ આજે…

0
109

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ વર્ચ્યુલ જનાક્રોશ રેલીનું આયોજન કર્યુ હતુ જેમાં કોંગી નેતાઓએ સરકારને અનેક સળગતા મુદ્દે ઘેરી લીધી હતી.

  • હાર્દિક પટેલે ઉખેડ્યો બેરોજગારીનો મુદ્દો
  • ભાજપ 25 વર્ષથી ગુજરાતની જનતા સાથે કરે છે રમત: પરેશ ધાનાણી
  • 3000 તલાટીની ભરતી પડે તો 15 લાખથી વધુ એ ભરતી પ્રક્રિયામાં જોડાય છે


કોંગ્રેસે આજે વર્ચ્યુલ જનાક્રોશ રેલી યોજી હતી ત્યારે તેમાં પરેશ ધાનાણીએ ભાજપને બેરોજગારી, શિક્ષણ, ખેડૂત અને કોરોનાની મહામારી મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 

પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે,  બંધારણ પર કેમ બળાત્કાર થાય છે. બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી આજે ફરીથી બે ગુજરાતીઓ ગુલામી તરફ ધકેલી રહ્યું છે. 1995માં ભય ભૂખ અને ભ્રષ્ટાચારના નારા સાથે ભાજપને ગુજરાતની ગાદી સોંપી હતી.

ભાજપ 25 વર્ષથી ગુજરાતની જનતા સાથે કરે છે રમત

પરેશ  ધાનાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, 25 વર્ષથી સતત ભાજપને બહુમતી સાથે સપના સાકાર કરવા આંખો મીચી સમર્થન આપ્યું પણ ગુજરાતની નવી પેઢી સવાલ કરે છે કે વૈશ્વિક મહામારી વચ્ચે 6 મહિના બાદ ગુજરાત નબળુ કે પડ્યું? ઘરમાં પૈસા નથી. રાશનમાં ભ્રષ્ટાચાર, શિક્ષણમાં ભ્રષ્ટાચાર, ક્યાંય બોણી નથી થતી, ગુજરાતના વેપારી, ખેડૂત તમામ લોકો દેવાના બોજા હેઠળ આપઘાત કરી રહ્યા છે. કૃષિ અને રૂષિના રાજ્યને ગુલામ બનાવી રહ્યુ છે. 

હાર્દિક પટેલે ઉખેડ્યો બેરોજગારીનો મુદ્દો

ગુજરાતમાં તાનાશાહી, ગુંડાગર્દી અને યુવાનોને ગેરમાર્ગે દોરતી સરકારને પછાડવાની જરૂર છે. યુવાનો સાથે અન્યાય થાય તો ભગતસિંહના માર્ગે ચાલવું પડે. નોકરી ન આપી શકે તે સરકારનું શું કામ છે? ગાંધીનગર જઈને સરકારને જવાબ આપવાની અને સવાલ પૂછવાની જરૂર છે.  

3000 તલાટીની ભરતી પડે તો 15 લાખથી વધુ એ ભરતી પ્રક્રિયામાં જોડાય છે

3000 તલાટીની ભરતી પડે તો 15 લાખથી વધુ એ ભરતી પ્રક્રિયામાં જોડાય છે. LRD માં વર્ગવિગ્રહ કરાવવાનું કામ કર્યુ છે. 55 લાખ બેરોજગાર યુવાનો સરકાર પાસે જવાબ માંગે છે. ગામડાની પરિસ્થિતિ ખરાબ છે નોકરી ન હોય તો છોકરી પણ મળતી નથી. ગામડામાંથી લોકો જમીન વેચી શહેર તરફ વળ્યો છે. એક મહિને 15000 કમાય તો તેમાં 8000 તો છોકરાની ફીમાં જતા રહે છે. શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે પણ એ જ ભણતર નોકરી નથી અપાવી રહ્યું. 13 વર્ષથી વાયબ્રન્ટ સમિટને નામે ધતિંગ થાય છે પણ એક પણ નોકરી અપાતી નથી. PM મોદીએ કહ્યુ હતુ હું 2 કરોડ યુવાનને નોકરી આપીશ. આજે યુવાનો વિરોધ કરે તો 144 કલમ લગાવે છે. જેલમાં પૂરે છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ જાગવાની જરૂર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here