જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા શ્રીનગર-લેહ હાઈવે બંધ કરાયો

  0
  8

  કાશ્મીર ખીણમાં અને લડાખના ઉત્તરી વિસ્તારોમાં તાજેતરમાં ભારે બરફ પડયો હતો. શનિવાર સવારથી અહીંયા બરફ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે જ કાશ્મીર, લડાખ અને ઉત્તરા રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શનિવારે થયેલી ભારે હિમવર્ષાને પગલે લડાખ અને જમ્મુ-કાશ્મીરને જોડતા કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને શ્રીનગર-લેહ હાઈવે બંધ કરી દેવો પડયો હતો.

  તે ઉપરાંત મુગલ રોડ ઉપર પણ વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે જે સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો તેને શનિવારે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રીનગર શહેરમાં ભારે બરફ પડયો હતો. તે ઉપરાંજ ગુરેજ, અનંતનાગ, બાંદીપોર, જોજિલા અને અન્ય વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી. આ સિવાય ગુલમર્ગ, સોનમર્ગ અને બારામૂલામાં પણ ભારે બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફ પડવા સાથે જ સહેલાણીઓ ઊમટી પડયા હતા.

  ગુજરાત સહિતના મેદાની રાજ્યોમાં ઠંડી વધશે

  હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયામાં પર્વતીય વિસ્તારોમાં ભારે બરફ વર્ષાને પગલે મેદાની રાજ્યોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે. તે ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવા મધ્યના રાજ્યોમાં પણ હવામાન શુષ્ક રહેવા સાથે સામાન્ય ઠંડી જણાશે. દિવાળી પછી આ રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here