જવાબ / લોન મોરેટોરિયમમાં હવે કોઈ રાહત આપવાના મૂડમાં નથી સરકાર, SCને પણ કહી દીધું ‘હસ્તક્ષેપ ન કરશો’

0
104

હાલમાં જ મોદી સરકારે ઘણા બધા સેક્ટરમાં વ્યાજ પર વ્યાજ ન ચુકવવાની રાહત આપી હતી જેના પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને બાકીના સેક્ટરમાં પણ રાહત આપવા પર વિચાર કરવા કહ્યું હતું જેના પર સરકાર સાગ શબ્દોમાં કહી દીધું છે કે આ રાહત હવે વધી શકશે નહીં.

  • લોન મોરેટોરિયમમાં નહીં મળે વધુ રાહત!
  • સરકાર વધુ રાહત આપવાના નથી મૂડમાં
  • વધુ રાહત આપવી બેન્ક માટે હાનિકારક : સરકાર 

લોન મોરેટોરિયમમાં વધુ રાહત આપવાના મૂડમાં નથી સરકાર

હાલમાં જ જમા કરાવવામાં આવેલ જવાબમાં સરકારે કહ્યું કે નીતિ બનાવવી કેન્દ્ર સરકારનું કામ છે અને કોર્ટે વિશેષ સેકટરના આધારે નાણાંકીય રાહત આપવા મામલે પડવું જોઈએ નહીં. બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ છૂટ સિવાય અન્ય કોઈ રાહત આપવી દેશની અર્થવ્યવસ્થા અને બેન્કિંગ ક્ષેત્ર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. 

સુપ્રીમ કોર્ટ નાણાકીય નીતિઓમાં હસ્તક્ષેપ ન કરે : કોર્ટ 

નોંધનીય છે કે ગત સપ્તાહમાં સરકારે કોર્ટને કહ્યું હતું કે બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ પર વ્યાજને માફ કરવા કેન્દ્ર સરકાર તૈયાર છે. RBIએ માર્ચથી ઓગસ્ટ મહિના સુધી સામાન્ય લોકોને રાહત આપતા લોન મોરેટોરિયમની જાહેરાત કરી હતી જેથી વર્તમાન મહામારી વચ્ચે દર મહીને EMI ચુકવણીમાં રાહત મળી શકે.  

હવે આ સેક્ટર્સમાં વધુ રાહત આપવી શક્ય નથી : સરકાર
    
જે બાદ સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે લોન પર વ્યાજ પર વ્યાજ માફ કરવું સંતોષજનક નથી. આ દરમિયાન કોર્ટે સરકાર તે રીવાઈઝ કરવા કહ્યું હતું. નાના લોનધારકો માટે EMI અને ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાને લઈને સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here