જાણીને થશે આશ્ચર્ય, ‘જેલ, કોર્ટ, પોલીસ મથક ભારતના પણ ‘જમીન માલિકો’ ૫।કિસ્તાની’ !

0
62

રાજકોટ જિલ્લામાં પાકિસ્તાની હિજરતીઓની૧૨.૯૫ કરોડની કિંમતની પ્લોટ, મકાન,ખેતીની જમીન આવેલી હોવાના સરકારી તંત્રએ આંકડા જાહેર કર્યા છે. ખૂબીની વાત એ છે કે, કોર્ટ, જેલ, સબ રજિસ્ટ્રાર પોલીસ મથક અને પોલીસ કવાર્ટર જે જમીનમાં બનાવ્યા છે તે જમીનના અસલી માલિકો પાકિસ્તાની છે !

કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં કલેકટર પાસેથી પાકિસ્તાની નાગરિકોની એનીમી પ્રોપ્રર્ટી કેટલી છે ? તેનો સર્વે કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના અડધો ડઝન તાલુકામાં પાકિસ્તાની હિજરતીઓની મિલ્કત આવેલ છે તેમાં સૌથી વધુ  જેતપુર શહેર અને તાલુકામા ૪૧ મિલ્કત છે. ઉપરાંત ધોરાજી-ઉપલેટામાં ૩-૩, પડધરી, ગોંડલ અને કોટડાસાંગાણીમાં પણ એક-એક મિલ્કત મળી કુલ ૬૦ જેટલી મિલ્કતો આવેલ છે, જો કે તંત્રના ચોપડે કુલ ૯૪ જેટલી મિલ્કતો હોવાના આધારા-પુરાવા મળ્યા છે.

જેતપુરમાં ૫૫૯ ચો.મી. જમીનમાં જૂની કોર્ટ, રર૩ ચો.મી. જમીનમાં જૂની જેલ અને ૪૯૩.૬૫ ચો.મી. જમીનમાં પોલીસ કવાર્ટર બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ૨૯૧.૪૨ ચો.મી. જમીનમાં પોલીસ મથક ઉભુ છે. આ તમામ જમીનના માલિકો પાકિસ્તાની હિજરતીઓ છે. તેમજ ૯૮૦ ચો.મી. જમીનમાં સબ રજીસ્ટ્રાર-જેલ આવેલ છે. આઝાદી બાદ ભારતથી હિજરત કરી પાકિસ્તાન વસવાટ કરતા નાગરિકોની રાજકોટ સહિત રાજ્યભરમાં મિલ્કતોની તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવેસરથી સર્વે કરાવી એનીમી પ્રોપ્રર્ટીને વેચવાનો નિર્ણય કર્યો છે.

હિજરતીઓની મિલકતમાં તંત્રએનોંધ પણ દાખલ કરી દીધી છે

રાજકોટ જિલ્લામાં આવેલા પાકિસ્તાની નાગરિકોની કરોડો રૂપિયાની મિલ્કતનો કબજો સરકારી તંત્ર પાસે છે આવી મિલ્કતના પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે ખેતીની જમીનમાં ૭/૧૨ના દાખલામાં બીજા હક્ક પણ દાખલ કરી દિધી છે.

સકારની સૂચના બાદ આવી મિલકતોની હરાજી કરાશે । તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હિજરતીઓની મિકલતનો સર્વે કરાવ્યા બાદ સરકાર હવે આવી મિલ્કતોની જાહેર હરાજી કરી મિલ્કત વહેચનાર હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here