જાણો કઈ રીતે બનાવવું WhatsApp Pay એકાઉન્ટ, હવે તમે પણ પૈસાની લેણદેણ કરી શકો છો

  0
  9

  શું તમને લાગે છે કે તમે ફક્ત વોટ્સએપ મેસેજ માટે જ વાપરી શકો છો, તો પછી તમે કોઈ મોટી વસ્તુથી અજાણ છો. કારણ કે સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપે ભારતમાં પણ તેની પેમેન્ટ સર્વિસ શરૂ કરી દીધી છે. આ સેવા દ્વારા તમે તમારા સંબંધીઓ અને મિત્રો સાથે પૈસાની લેવડદેવડ કરી શકો છો. જણાવી દઈએ કે વોટ્સએપને પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તરફથી મંજૂરી મળી છે.

  વોટ્સએપ 160 થી વધુ બેંકોના ટ્રાન્ઝેક્શનને ટેકો આપશે અને દેશની પાંચ અગ્રણી બેન્કો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જિઓ પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરી શકે છે. વોટ્સએપના દાવા મુજબ આ પ્લેટફોર્મ દ્વારા ચુકવણી ખૂબ સરળ હશે. તો ચાલો તમને જણાવીએ કે તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

  આવી રીતે વોટ્સએપ પે એકાઉન્ટ બનાવો

  >> વ્હોટ્સએપની સ્ક્રીન પર ઉપરનાં ત્રણ બિંદુઓને ટચ કરો.

  >> ત્યાં Paymentનો વિકલ્પ હશે તેના પર જાઓ અને પછી Add Payment Method પર ક્લિક કરો.

  >> જ્યાં તમારું એકાઉન્ટ છે તે બેંકને પસંદ કરો.

  >> ચકાસણી માટે SMS દ્વારા વેરિફાઈનો વિકલ્પ પસંદ કરો.

  >> આ પછી બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા મોબાઇલ નંબર પર એક કોડ આવશે, તેને ભરો અને પછી તમારું વેરિફિકેશન પૂર્ણ થઈ જશે. ધ્યાનમાં રાખો કે વોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ નંબર એક સમાન હોવો જોઈએ.

  >> ચકાસણી પૂર્ણ થયા પછી યુપીઆઈ પિન બનાવો. આ માટે તમારે ઇચ્છિત નંબર ભરવો પડશે અને તેને ફરીથી કન્ફર્મ કરવો પડશે.

  ચુકવણી ખાતું કર્યા પછી, આ રીતે વ્યવહાર કરો

  >> જેની પાસે પૈસા મોકલવાના છે તેની ચેટ ખોલો.

  >> ચેટ બોક્સમાં અટેચમેન્ટનાં ચિન્હને ટચ કરો.

  >> પછી ચુકવણી પર ટેપ કરો અને તમે મોકલવા માંગો છો તે રકમ ભરો.

  >> આ પછી તેના પર યુપીઆઈ પિન નાખો.

  >> ચુકવણી પછી કન્ફર્મેશન સંદેશ આવશે.

  અત્યારે ફક્ત 2 કરોડ વપરાશકારો જ ઉપયોગ કરી શકશે

  વોટ્સએપને ફક્ત 2 કરોડ વપરાશકારો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા મંજૂરી મળી છે. વોટ્સએપ પાસે આ સમયે 40 કરોડથી વધુ યૂઝર્સ છે. સમજી શકાય છે કે બાકીના 38 કરોડ વપરાશકર્તાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. બાદમાં, વોટ્સએપ તેના યુપીઆઈ યુઝરબેસને તબક્કાવાર રીતે વિસ્તૃત કરી શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here