જાન હૈ તો જહાન હૈ:કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું: AMA

0
86
  • નાનાં બાળકો પાસે કાળજી રખાવવી મુશ્કેલ છે, હાલ સ્કૂલો શરૂ ન કરવા સૂચન
  • વેક્સિન બાળકોને આપ્યાં બાદ તેમના શરીરમાં એન્ટિબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલો શરૂ ન કરવી જોઈએ

રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ બીજી તરફ નિષ્ણાતોના મતે હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એ બાળકોનાં જીવને જોખમમાં મૂકવા સમાન છે.

અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખે કહ્યું છે કે, નાનાં બાળકો પાસે કોરોના માટેની કાળજી રખાવવી ખૂબ મુશ્કેલ છે. બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું. ભણતર જીવનથી વધારે તો નથીને. બાળકો પછીથી ભણી લેશે. પેલી કહેવત છે ને કે ‘જાન હૈ તો જહાન હૈ’. વેક્સિન બાળકોને આપ્યાં બાદ તેમનાં શરીરમાં એન્ટિબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલ શરૂ ન કરવી જોઈએ.

અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, હાલ ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શિયાળામાં કોરોનાના કેસ વધવાની ચેતવણી વૈજ્ઞાનિકોએ પણ ઉચ્ચારી છે. હું પણ ઓક્ટોબર મહિનાથી કહી રહી છું કે, નવેમ્બર મહિનામાં ફરીથી કોરોનાના કેસ વધશે. હાલમાં યુરોપિયન દેશોમાં ફરીથી લોકડાઉન આવી રહ્યાં છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, મોટા લોકો માસ્ક પણ નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખતા નથી, તો પછી બાળકો કેવી રીતે રાખશે.

આવામાં સ્કૂલો શરૂ કરવાની વાત એક ગાંડપણ છે, કારણ કે સ્કૂલોમાં શિક્ષક, પ્યૂન, આયા સહિતનો સ્ટાફ હોય છે અને તેમાંથી જો કોઈ સંક્રમિત હશે તો એક બાળકમાંથી બીજા બાળકમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. મને શહેરનું નામ યાદ નથી પણ તે શહેરમાં સ્કૂલ ચાલુ કરી અને સ્કૂલમાં ભણતા તમામ 500 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું હતું. એવો દિવસ તો આપણે નથી લાવવોને.

સ્કૂલમાં નાનાં બાળકો પાસે કોરોના માટેની કાળજી રખાવવી ઘણું મુશ્કેલ બની શકે છે. આપણે ક્યાં રહી ગયા છીએ, બાળકો જીવતા હશે તો ભણાવી લઈશું, કારણ કે, ભણતર જીવનથી તો વધારે નથીને, બાળકો પછીથી ભણી લેશે. પેલી કહેવત છે ને કે ‘જાન હૈ તો જહાન હૈ’. આથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈને તમે તેમનું જીવન શું કરવા જોખમમાં મૂકવા માગો છો. હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એ અયોગ્ય ગણાશે. જો દરેક સ્કૂલના સંચાલકો કહેતા હોય કે, અમે ચુસ્તપણે કોરોનાના નિયમનું પાલન કરીશુું, સ્કૂલો શરૂ કરો પણ બાળકોમાં સંક્રમણ ફેલાશે તો તેની જવાાબદારી કોણ લેશે? હું દૃઢપણે માનું છું કે, બાળકોને હાલની સ્થિતિમાં તકેદારી વિના સ્કૂલે ન મોકલવા જોઇએ. જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવવાની વાત ચાલી રહી છે, ત્યારે કોરોનાની રસી બાળકોને આપ્યાં બાદ તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલો ન શરૂ કરવી જોઈએ.

સંક્રમણ વધવાની ભીતિ
‘ઠંડીને કારણે આમ પણ શ્વાસના રોગો વધતા હોય છે. શિયાળો શરૂ થઈ રહ્યો હોવાથી સંક્રમણ પણ વધી શકે છે. વૈજ્ઞાનિકોએ પણ શિયાળામાં કેસો વધવાની ચેતવણી આપી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here