જાવેદ પર કંગના ભડકી:સંજય રાઉતે શેર કરી માનહાનીના કેસવાળી વાત તો કંગનાએ કહ્યું- એક હતી સિંહણ અને એક વરુઓનું ઝુંડ

0
171

મંગળવારે સમાચાર આવ્યા હતા કે જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે. તેના પર પલટવાર કરીને કંગનાએ એક ટ્વીટ કર્યું જેમાં તેણે ખુદને સિંહણ અને પોતાનો વિરોધ કરનારાને વરુઓનું ઝુંડ ગણાવ્યું છે. કંગનાએ તેમના પર હ્રિતિક રોશન સાથેના રિલેશનશિપને લઈને વાત કરવા ઘરે બોલાવી ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, આ બાબતે જાવેદે કેસ કર્યો છે.

સંજય રાઉતે ન્યૂઝ શેર કર્યા
કંગનાએ શિવસેના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ ક્વોટ કર્યું છે. સંજયે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગીતકાર જાવેદ અખ્તરે નેશનલ અને ઇન્ટરનેશનલ ટીવી પર અપમાનજનક સ્ટેટમેન્ટ આપવા માટે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ કરી છે. મુંબઈના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ ફાઈલ થઇ.

8 મહિના પહેલાં કંગનાની મેનેજરે ટ્વીટ કર્યું હતું
8 મહિના પહેલાં કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલે તેના ટ્વીટમાં જાવેદ અખ્તર પર કંગનાને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેણે લખ્યું હતું, ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે હ્રિતિક રોશન પાસે માફી માગી લે. મહેશ ભટ્ટે તેના પર ચપ્પલ ફેંક્યું હતું, કારણકે તેણે તેની ફિલ્મમાં સુસાઇડ બોમ્બરનો રોલ પ્લે કરવાની ના પાડી દીધી હતી. અને તે વડાપ્રધાનને ફેસિસ્ટ કહે છે…. ચાચાજી તમે બંને શું છો?

અત્યાર સુધી 4 કેસ ફાઈલ થયા છે
ઓક્ટોબરમાં કર્ણાટકના તુમકુરમાં કંગના વિરુદ્ધ કેસ ફાઈલ થયો હતો. તેના પર ખેડૂતોના અપમાનનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ મુંબઈમાં 2 કેસ ફાઈલ થયા. ધર્મના આધારે નફરત ફેલાવવાનો અને કોર્ટના અપમાનનો આરોપ લાગ્યો છે. હવે આ ચોથો કેસ છે. મુંબઈ પોલીસે તેને સમન્સ મોકલ્યું છે પણ હાલ તે તેના ભાઈનાં લગ્ન માટે હિમાચલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here