જાહેર કરેલા રાહત પેકેજ હેઠળ MSMEને 50 ટકા રકમની પણ ચૂકવણી થઈ નથી

0
98

– પેકેજ અંગેના તેમજ બેંકોના આકરા નિયમનોના કારણે આ ક્ષેત્ર રાહત પેકેજના લાભથી અળગું

કોરોના મહામારીનાં પગલે ઊદભવેલ પ્રતિકૂળતાઓના સામના માટે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ દેશના એમએસએમઈ ક્ષેત્ર માટે કોઈપણ જાતની ગેરંટી વિના રૂ. ૩ લાખ કરોડના પેકેજની જાહેરાત કરાઈ હતી પરંતુ, અત્યાર સુધી આ પેકેજ હેઠળ બેંકોએ ૫૦ ટકા રકમ પણ ચૂકવી નથી.

મહામારીના પગલે અમલી બનેલ લાંબ લોકડાઉન દરમિયાન દેશમાં તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ રૂંધાઈ જવા પામી હતી. આ સમયગાળા દરમિયાન દેશમાં કાર્યરત છ કરોડ જેટલી એમએસએમઈ (માઈક્રો, લઘુ અને મધ્યમ કક્ષાની ઈન્ડસ્ટ્રી) ક્ષેત્રને ગંભીર ફટકો પડયો હતો.

ઉદભવેલ આ પ્રતિકૂળતાનો સામનો કરવા સરકારે ગત તા. ૧૩ મેના રોજ આ ક્ષેત્ર માટે કોઈપણ જાતની ગેરંટી વિના રૂ. ૩ લાખ કરોડનું ેપેકેજ જાહેર કરાયું હતું. આ પેકેજ હેઠળ આ ક્ષેત્રને ૩૧ ઓક્ટોબર સુધી લોન આપવાની જાહેરાત કરાઈ હતી.

આ પેકેજ અંગે ઊપલબ્ધ ડેટા મુજબ તા. ૨૧ સપ્ટેમ્બર સુધી માત્ર ૨૫,૭૪,૧૮૧ એમએસએમઈને જ આ યોજનાનો લાભ મળ્યો છે. એટલે કે લોન મેળવવામાં સફળ પુરવાર થઈ છે.

બેંકિંગ ક્ષેત્રના ડેટા મુજબ આ ક્ષેત્ર માટે રૂ. ૧,૭૭,૩૫૩ કરોડની લોનની મંજૂરી આપવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૧,૨૫,૪૨૫ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. આમ, બેંકોની ઢીલી કામગીરીને પગલે એમએસએમઈ ક્ષેરને અત્યાર સુધી આ પેકેજ હેઠળ ૫૦ ટકા રકમની પણ ચૂકવણી થઈ નથી.

એમએસએમઈ ક્ષેત્રના સુત્રોના જણાવ્યા મુજબ આ લોન અંગેની શરતો એ બેંકોના ઢીલા વલણના કારણે ૫૦ લાખ એમએસએમઈને પણ આ યોજનાનો લાભ મળ્યો નથી. આ પેકેજ અંગેના આકરા નિર્ણયોની જરૂર હોવા છતાં પણ આ ક્ષેત્ર રાહત પેકેજથી દૂર રહ્યું છે. બેંકોના નિયમોની પણ આ ગતિવિધિ પર અસર થઈ છે.

આ ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે નાના ઉદ્યોગો-ધંધો રોજગારને લોનની નહીં બલ્કે રોકડ રકમની જરૂર છે. અનલોકના ચાર તબક્કા દરમિયાન મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ અગાઉની જેમ યથાવત બની રહી છે. ત્યારે નાના ઉદ્યોગોને પુન: કાર્યરત થવા માટે હાથ પર રોકડ હોવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here