જીતી શકે એવા હોવાથી હત્યારાઓને ટિકિટ આપી, રાજદના તેજસ્વી યાદવ

0
144

પટણા તા.12 ઓક્ટોબર 2020 સોમવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકે એવા હોવાથી હત્યારાઓને ટિકિટ આપી હોવાની વિચિત્ર દલીલ રાજદના તેજસ્વી યાદવે કરી હતી. તેજસ્વી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવનો દીકરો છે.

તેજસ્વીએ કહ્યું કે ચૂંટણીમાં સહેલાઇથી જીતી શકે એવા હોવાથી દાગી ઉમેદવારોને અમે ટિકિટ આપી હતી. લાલુ યાદવ અત્યારે વિવિધ આરોપો હેઠળ જેલમાં છે. દલિત નેતાઓ રાજદ છોડી ચૂક્યા છે. મિડિયા સાથેની વાતચીદ દરમિયાન તેજસ્વીને દાગી ઉ્મેદવારો વિશે પૂછતાં તેણે કહ્યું કે આ ઉમેદવારો પોતપોતાના  મતવિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે અને સહેલાઇથી જીતી શકે એવા છે માટે તેમને ટિકિટ આપી હતી.

તેજસ્વીએ જેમને ટિકિટ આપી છે એવા કેટલાક ઉમેદવારો સામે ખૂન, બળાત્કાર, લૂંટફાટ, ધાકધમકીથી ખંડણી પડાવવા જેવા વિવિધ આરોપો પોલીસ ચોપડે નોંધાયેલા છે. રાજદના દાગી નેતાઓમાં કિરણ દેવી (સંદેશ બેઠક),  પ્રહ્લાદ યાદવ (સૂર્યગઢા), રામદેવ યાદવ (બેલહર), રાહુલ તિવારી (શાહપુર), શંભુનાથ યાદવ (બ્રહ્મપુર) અને રેખાદેવી (મસૌઢી)નો સમાવેશ થયો હતો. આ તમામ ઉમેદવારો સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં એકથી વધુ અપરાધો નોંધાયેલા હતા.

તેજસ્વી યાદવ કોઇ પણ ભોગે વધુમાં વધુ બેઠકો જીતવા માગે છે અને એ માટે જે કંઇ કરવું પડે એ કરવા તૈયાર છે એવું એમની વાત પરથી લાગ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here