જીદે ચડેલા રાહુલ-પ્રિયંકા ગાંધીને મળી હાથરસમાં જવાની મંજુરી પણ આ શરતો સાથે જ

0
33

ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતાના પરિવારજનોને મળવા જવાબી જીદે ચડેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મળવાની છુટ આપવામાં આવી છે. રાહુલ-પ્રિયંકાની સાથે અન્ય 3 એમ કુલ મળીને 5 લોકોને પણ લઈ જવાની યોગી પ્રશાસને છુટ આપી છે. પ્રિયંકા ગાંધી રાહુલને બેસાડીને ખુદ કાર ચલાવી હાથરસ પહોંચ્યા હતાં.  

તંત્રએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને તે શરત પર હાથરસ જવા અને પીડિતાના પરિવારને મળવાની મંજૂરી કેટલીક શરતો સાથે આપી છે, જેમાં માસ્ક લગાવવું અને કોરોના સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે.

હાથરસની પીડિતાના પરિવારજનોને મળવા પાર્ટીના 35 સાંસદો સાથે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત સંખ્યાબંધ કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા હતાં. હાથરસ જતા રસ્તામાં અ મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતાં. જોકે કોંગ્રેસના આ કાફલાને રોકવા ઉત્તર પ્રદેશ પોલીસના સંખ્યાબંધ જવાનો અને અધિકારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. રાહુપ-પ્રિયંકાના કાફલાને અટકાવવા માટે બૈરિકેડિંગ લગાવી દેવામાં આવી હતી.

આ આખો મામલો હાઈવોલ્ટેજ બન્યો હતો. રાહુલ-પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારજનોને મળવા માટેની જીદે ચડ્યાં હતાં. આખરે યોગી સરકારે  રાહુલ અને પ્રિયંકા ગાંધીને પીડિત પરિવાર સાથે મળવાની મંજૂરી આપી દીધી છે. આ માટે યોગી સરકારે કેટલીક શરતો મુકી છે. શરતો પ્રમાણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફક્ત પાંચ લોકોને મળવાની જ મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે રાહુલ-પ્રિયંકા અને તેમની સાથે રહેલા તમામ 3 નેતાઓએ મોઢા પર માસ્ક પહેરવું ફરજીત રહેશે.

  • HOME
  • FEATURED 
  • જીદે ચડેલા રાહુલ-પ્રિયંકા ગાંધીને મળી હાથરસમાં જવાની મંજુરી પણ આ શરતો સાથે જ, Video

જીદે ચડેલા રાહુલ-પ્રિયંકા ગાંધીને મળી હાથરસમાં જવાની મંજુરી પણ આ શરતો સાથે જ, Video

October 3, 2020 | 5:01 pm IST

  • 48 Share

ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતાના પરિવારજનોને મળવા જવાબી જીદે ચડેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મળવાની છુટ આપવામાં આવી છે. રાહુલ-પ્રિયંકાની સાથે અન્ય 3 એમ કુલ મળીને 5 લોકોને પણ લઈ જવાની યોગી પ્રશાસને છુટ આપી છે. પ્રિયંકા ગાંધી રાહુલને બેસાડીને ખુદ કાર ચલાવી હાથરસ પહોંચ્યા હતાં.  

તંત્રએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને તે શરત પર હાથરસ જવા અને પીડિતાના પરિવારને મળવાની મંજૂરી કેટલીક શરતો સાથે આપી છે, જેમાં માસ્ક લગાવવું અને કોરોના સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે.https://platform.twitter.com/embed/index.html?dnt=false&embedId=twitter-widget-0&frame=false&hideCard=false&hideThread=false&id=1312347958545768449&lang=en&origin=http%3A%2F%2Fsandesh.com%2Frahul-priyanka-gandhi-and-3-other-congress-leaders-allowed-to-go-to-womans-town%2F&theme=light&widgetsVersion=ed20a2b%3A1601588405575&width=500px

હાથરસની પીડિતાના પરિવારજનોને મળવા પાર્ટીના 35 સાંસદો સાથે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત સંખ્યાબંધ કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા હતાં. હાથરસ જતા રસ્તામાં અ મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતાં. જોકે કોંગ્રેસના આ કાફલાને રોકવા ઉત્તર પ્રદેશ પોલીસના સંખ્યાબંધ જવાનો અને અધિકારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. રાહુપ-પ્રિયંકાના કાફલાને અટકાવવા માટે બૈરિકેડિંગ લગાવી દેવામાં આવી હતી.

આ આખો મામલો હાઈવોલ્ટેજ બન્યો હતો. રાહુલ-પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારજનોને મળવા માટેની જીદે ચડ્યાં હતાં. આખરે યોગી સરકારે  રાહુલ અને પ્રિયંકા ગાંધીને પીડિત પરિવાર સાથે મળવાની મંજૂરી આપી દીધી છે. આ માટે યોગી સરકારે કેટલીક શરતો મુકી છે. શરતો પ્રમાણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફક્ત પાંચ લોકોને મળવાની જ મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે રાહુલ-પ્રિયંકા અને તેમની સાથે રહેલા તમામ 3 નેતાઓએ મોઢા પર માસ્ક પહેરવું ફરજીત રહેશે.

હાથરસ જવા માટે રવાના થતી વેળાએ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, જો આ વખતે પણ ન મળી શક્યા તો ફરી એક વાર કોશિશ કરીશું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો પણ તેમની સાથે જોડાયેલા છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતું કે, યુપીમાં કોઈ સિસ્ટમ હવે બચી નથી. જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યાં કેટલાય કેસ આવી રીતે દબાઈ ગયા છે. પહેલા ત્યાં લિંચિગ અને વિપક્ષી નેતાઓની હત્યાના કેસ આવતા હતા. તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવતા હતા. યુપીમાં હવે આ બધુ રૂટિન થઈ ગયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here