જીવનમાં સફળતા માટે જરૂરી છેે આત્મવિશ્વાસ, ઘરે જ આ ઉપાય કરવાથી મળશે અપાર આત્મવિશ્વાસ

0
29

દરેક માણસના જીવનમાં વિધ્નો આવતા હોય છે અને પરેશાની આવતી હોય છે. પરંતુ તેનાથી ભાગવાથી કશું થવાનું નથી, માટે જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસની ખામી છે, તો તે કોઈપણ મંજિલ સુધી પહોંચી શકતો નથી. આત્મવિશ્વાસની ખામીના કારણે વ્યક્તિને હંમેશા પોતાની વાત સાચી રીતે રાખવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પરંતુ શું તમે જાણો છો કે, વાસ્તુ પ્રમાણે એવું કંઈક કરવાથી જીવનમાં આત્મવિશ્વાસ વધે છે. એવી ઘણી વસ્તુ છે જે કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જેમ કે ઘરની પૂર્વ દિશામાં પીતળ ધાતુથી બનાવેલ સિંહ રાખવાથી વ્યક્તિમાં ગજબનો આત્મવિશ્વાસ આવી જાય છે. અભ્યાસ સમયે પૂર્વ દિશા તરફ મોઢુ રાખી વાંચવાથી સકારાત્મકતા આવે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. સૌ-પ્રથમ પોતાના ઘરની પૂર્વ અને પૂર્વોત્તર દિશાની બારીઓ અને દરવાજા ખોલો. કારણ કે, આ દિશાઓમાંથી બ્રહ્માંડની પોઝિટિલ ઉર્જા આવે છે.

આવ સાથે જ આગળ વાત કરીએ તો વાસ્તુ પ્રમાણે પોતાની ટેબલ પર જમણી બાજુ અને ક્રિસ્ટલ ટ્રી રાખો. જો ઓફિસમાં કામ કરો છો તો પોતાની ટેબલ-ખુરશીની પાસે એક સ્ફટિર ક્રિસ્ટલનું કોઈ શોપીસ, રોક અથવા બાઉલ રાખો. આત્મવિશ્વાસમાં સતત વધારા માટે મેજની સામે બેસવાની ખુરશીથી થોડી ઉંચી રાખો.

એ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે, લોકો પર પોતાનો પ્રભાવ બરકરાર રાખવા માટે બેડના માથાન ભાગ પર વિશાળ ખડકો અને પર્વતોના દૃશ્યવાળુ મોટું એવુ પોસ્ટર લગાવો, જેમાં પાણી બતાવવામાં આવતું નથી. કારણ કે એક તરફ પર્વતો અને ખડકો નક્કર પાયો અને નિશ્ચયમાં વધારો કરે છે, તો બીજી તરફ પાણીનું તત્વ તરલતાનું પ્રતીક છે. તેથી જ ઘરની ઉત્તર દિશામાં સ્થિત દિવાલ પર જ લગાવવું ફાયદાકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here