જીવનું ઇશ્વર સાથે મિલન ક્યારે થાય ?

0
51

– રજોગુણ મર્યો એટલે માખણચોરીની લીલા આવી. શ્રીકૃષ્ણ મનની ચોરી કરે છે. જીવન સાત્ત્વિક બને, જીવન સાત્ત્વિક બને તો સંસારની આસક્તિ નષ્ટ થાય તે બતાવવા દહીની ગોળી ફોડી.

જી વનું ઇશ્વર સાથે મિલન (રાસ) ક્યારે થાય ?

કનૈયાની અગાઉની લીલાનો સંક્ષિપ્ત સાર જોતાં તેનું રહસ્ય સમજાશે.

– પહેલા પૂતના વધ એટલે અવિદ્યા (અજ્ઞાાન)નો નાશ થવો જોઈએ.

– અવિદ્યા જાય એટલે સંસારનું ગાડું સુધરે છે. (શક્ટાસૂર વધ)

– સંસારનું ગાડું સુધરે એટલે તૃણાવર્ત મર્યો એટલે કે રજોગુણનો નાશ થયો. સત્ત્વગુણ વધ્યો.

– રજોગુણ મર્યો એટલે માખણચોરીની લીલા આવી. શ્રીકૃષ્ણ મનની ચોરી કરે છે. જીવન સાત્ત્વિક બને, જીવન સાત્ત્વિક બને તો સંસારની આસક્તિ નષ્ટ થાય તે બતાવવા દહીની ગોળી ફોડી.

– સંસારની આસક્તિ જાય તો પ્રભુ બંધાય (દામોદર લીલા)

– પ્રભુ બંધાયા એટલે દંભ મર્યો, પાપ- તાપ દૂર થયા એટલે આવી બકાસુર- અધાસુર વધની લીલા.

– સંસારનો તાપ દૂર થયો. સંસાર દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ થઈ અને.

– અંત:કરણની વાસનાનો નાશ થયો તે બતાવવા નાગદમન લીલા અને પ્રલંબાસુરની લીલા

– જીવ ઇશ્વરને મળવાને લાયક થતો ગયો એટલે વેણુગીતની વાંસળી (નાદબ્રહ્મ) સંભળાઈ.

– નાદબ્રહ્મની ઉપાસના થઈ એટલે આવી ગોવર્ધનલીલા. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું વર્ધન થયું એટલે ઇન્દ્રિયો પુષ્ટ બની, ભક્તિ રસથી ઇન્દ્રિયો પુષ્ટ બને છે. ઇન્દ્રિયો પુષ્ટ થાય તો ષડરસનો પરાભવ થાય. (વરુણદેવનો પરાભવની લીલા)

– ષડરસનો પરાભવ થયો, જીવ શુદ્ધ થયો, કોઈ વાસનાનું આવરણ ન રહ્યું એટલે થઈ ચીરહરણ લીલા વાસના નિર્મૂળ થાય ત્યારે રાસલીલા થઈ જીવ અને બ્રહ્મની એકતા થઈ.

રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું મિલન નથી પણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવનું મિલન છે.

ગોપી એટલે સ્ત્રી શરીર નહીં

– ‘ગોપી’ તેને કહે છેજેના ‘મન’માં શ્રીકૃષ્ણ (ઇશ્વર) સિવાય બીજું કંઈ જ નથી

કે ટલાક એવા હોય છે કે જે ‘ગોપી’ શબ્દ સાંભળે એટલે તેને સ્ત્રી શરીર દેખાય છે. ગોપી એટલે કોઈ સ્ત્રી છે તેવી કલ્પના બિલકુલ ખોટી છે.

પરમાત્માના સ્વરૂપમાં જેને સ્ત્રીત્વ- પુરુષત્વની વિસ્મૃતિ થઈ ગઈ છે, જેનો દેહાધ્યાસ (હું શરીર છું તેવો ભાવ) છૂટી ગયો તેને ગોપી કહેછે.

ગોપી એ શુદ્ધ જીવ છે, ગોપી એ હૃદયનો ભાવ છે ગોપી નામની કોઈ સ્ત્રી નથી જે પરમાત્માને હૃદયની અંદર છૂપાવી રાખે છે, જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે, અને ભક્તિરસનું પાન કરતા જે વિશુદ્ધ જીવ દેહભાવ ભૂલ્યો છે- ‘ગોપી’ છે. તેને ગોપીભાવ પ્રાપ્ત થયો છે તેમ કહી શકાય.

ગોપીભાવ એ સર્વોચ્ચ ભાવ છે, જેનું મન મરે છે તેને જ ગોપીભાવ જાગે છે. સ્થૂળ શરીર બદલાય છે. નાશ પામે છે. પણ સૂક્ષ્મ શરીર બદલાતું નથી. નાશ પામતું નતી. સૂક્ષ્મ શરીરનો નાશ મુક્તિ વખતે થાય છે. સત્તર તત્ત્વના સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે. અને આ મન મર્યા પછી જ ગોપી ભાવ જાગે છે. ‘ગોપી’ તેને કહે છે જેના મનમાં શ્રીકૃષ્ણ (ઇશ્વર) સિવાય બીજું કંઈ જ નથી.

(ડોંગરેજી મહારાજની કથા પર આધારિત)

ગોપીઓના પ્રકાર

ગોપીઓના બે મુખ્ય ભેદ બતાવ્યા છે. (૧) નિત્યસિદ્ધા ગોપીઓ અને (૨) સાધનસિદ્ધા ગોપીઓ.

(૧) નિત્ય સિદ્ધા ગોપીઓ : તે છે કે જે કનૈયા સાથે આવેલી છે.

(૨) સાધનસિદ્ધા ગોપીઓ : ના અનેક ભેદ છે – શ્રુતિરૂપા, ઋષિરૂપા, સંકીર્ણરૂપા, અન્યપૂર્વા, અનન્યપૂર્વા વગેરે.

– શ્રુતિરૂપા ગોપીઓ : વેદના મંત્રો ગોપીઓ થઈને આવેલા છે. વેદો એ ઇશ્વરનું પુષ્કળ વર્ણન કર્યું. વર્ણન કરતા વેદો થાકી ગયા પણ ‘ઇશ્વર’નો અનુભવ ન થયો. ઇશ્વર એ કેવળ વાણીનો વિષય નથી, વાણીથી ઇશ્વરનું વર્ણન થઈ શકે નહિ, ઇશ્વર એ ‘અનુભવ’ છે વેદાભિમાની દેવો બ્રહ્મસંબંધ કરવા ગોપીઓ થઈને આવ્યા છે.

– ઋષિરૂપા ગોપીઓ : ઋષિઓએ અનેક વર્ષો તપશ્ચર્યા કરી, પણ મનમાંથી કામ ન ગયો એટલે એ કામને શ્રીકૃષ્ણને અર્પણ કરવા બ્રહ્મસંબંધ કરવા ગોપીઓ થઈને આવ્યા છે.

– સંકીર્ણરૂપા ગોપીઓ : પ્રભુના મનોહર સ્વરૂપને નિહાળતા જે સ્ત્રીઓને પ્રભુને પામવાની ઇચ્છા થઈ તે ગોપીઓ થઈને આવી છે. દાખલા તરીકે શૂર્પણખા વગેરે.

– અન્યપૂર્વા ગોપીઓ : સંસારમાં જન્મ્યા પછી સંસારસુખ ભોગવી સંસારસુખમાં સૂગ આવે અને પ્રભુને પામવાની ઇચ્છા થાય તે ગોપીઓ થઈને આવ્યા છે. દાખલા તરીકે તુલસીદાસ જેવા સંતો વગેરે.

– અનન્યપૂર્વા ગોપીઓ : જન્મથી જ નિર્વિકાર, નૈષ્ઠિક બ્રહ્મચારી અને જન્મથી જ પ્રભુમાં પ્રેમવાળા પણ વૈરાગ્યવાળા પ્રભુમાં મળી જવા ગોપીઓ થઈને આવેલા છે તે. દા.ત. શુકદેવજી, મીરાં – વગેરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here