જેલમાં કોરોના કન્ટ્રોલ: કેદીઓ માટે ‘ક્વૉરન્ટાઈન બેરેક’નો પ્રયોગ સફળ

0
37

– મ્યુનિ., ધન્વંતરી રથ અને જેલ મેડીકલ ટીમની ટ્રીપલ સુરક્ષા

– સાબરમતી જેલમાં કુલ 3,000 કેદી અને 600 કર્મચારી છ મહિનામાં 155 કેદી અને 75 કર્મચારી કોરોનાગ્રસ્ત

કોરોનાની અસરમાંથી સાબરમતી જેલ પણ બાકાર રહી શકી નથી. જો કે, જેલ સત્તાધિશોએ છેલ્લા દોઢ મહિનામાં યોગ્ય આયોજન ગોઠવવામાં સફળતા મેળવતાં હવે જેલમાં કોરોના કન્ટ્રોલમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

જેલમાં લવાતા કેદીઓ માટે કન્વોરન્ટાઈન બેરેક બનાવવામાં આવી છે. કેદી જેલમાં આવે તે સાથે ખાસ બેરેકમાં 14 દિવસ રાખવામાં આવે છે. એ દરમિયાન કેદીની આરોગ્ય તપાસણી માટે મ્યુનિ.ની મેડીકલ ટીમ ઉપરાંત ધનવંતરી રથના ડોક્ટર અને જેલ મેડીકલ ટીમ સતત કાર્યરત રહે છે.

દરરોજની તપાસણી પ્રક્રિયાથી સાબરમતી જેલમાં કોરોના ઘણાંખરાં અંશે કન્ટ્રોલમાં આવ્યો છે અને હાલમાં સાત કેદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેલમાં કુલ 3000 કેદી છે તેમાંથી તા. 19 માર્ચથી અત્યાર સુધીમાં 155 કેદી અને 600 કર્મચારીમાંથી 70 કર્મચારી અને પાંચ અધિકારી કોરોનાગ્રસ્ત બની ચૂક્યાં છે. સદ્દનસીબે સાબરમતી જેલમાં કોરોનાથી મૃત્યુનો એકપણ કિસ્સો બન્યો નથી.

રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલ માટે કોરોનાનો કપરો કાળ આવ્યો હતો. કોરોના અંગે યોગ્ય તપાસણીના અભાવે બહારથી આવતાં કેદીમાં કોરોના સંક્રમણ જેલમાં ફેલાયું હતું.

જેલોના વડા ડો. કે.એલ.એન. રાવે ટીમ સાથે બે મહિના પહેલાં કોરોના કન્ટ્રોલ માટે આયોજન ઘડી કાઢ્યું હતું. સાબરમતી જેલમાં કેદીને મેડીકલ તપાસણી કરીને લાવવામાં આવે તો પણ ક્વોરન્ટાઈન બેરેક શરૂઆતથી જ બનાવવામાં આવી છે. પરંતુ, ક્વોરન્ટાઈન બેરેકમાં રહેલા કેદીને કોરોનાની અસર જેલમાં આવ્યાં પછી જોવા મળે તે માટે નિયમીતપણે આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ ઉપરાંત ધનવંતરી રથ સાથે ટીમ દરરોજ  સાબરમતી જેલમાં પહોંચે છે. નવા આવેલા કેદીઓની નિયમીત તબીબી તપાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત, જેલમાં રહેલા બીજા કેદી અને કર્મચારીમાંથી જેમને સામાન્ય ચિહ્નો દેખાય તો પણ તેમની સારવાર કરવામાં આવે છે.

કોરોના સામેની લડાઈમાં મ્યુનિ. અને ધનવંતરી રથની ટીમ મુલાકાત લે તે ઉપરાંત જેલની મેડીકલ ટીમ રાત-દિવસ ઉપલબૃધ રહે છે. જેલની મેડીકલ ટીમ કેદીઓ અને કર્મચારીઓની ઈમ્યુનિટી વધે તે માટે આવશ્યક સૂચનો આપતી રહે છે. દરરોજ ઉકાળા, ઈમ્યૂનિટી બૂસ્ટર દવાઓ, ગરમ ખોરાક, સહિતની કાળજી રાખીને ઈમ્યૂનિટી વધારવાના પ્રયાસ કરવામાં આવે છે. 

જેલ સૂત્રોએ જણાવ્યું કે, સાબરમતી જેલમાં હાલ કુલ 3000 કેદી અને 600 કર્મચારી છે. તા. 19 માર્ચથી અત્યાર સુધીમાં 155 કેદી ઉપરાંત 70 કર્મચારી અને પાંચ અિધકારી કોરોનાગ્રસ્ત થયાં છે. જેલ કર્મચારીઓએ કોરોના કેદીઓમાં પ્રસરતો અટકાવવા માટે આવશ્યક તમામ પગલાં ભર્યાં છે. હાલમાં છ કેદી કોરોનાગ્રસ્ત જણાતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હાલમાં પણ કોઈપણ કેદીને કોરોના રિપોર્ટ કરાવ્યા વગર જેલમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. નવા આવેલા કેદીને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન બેરેકમાં રાખવામાં આવે છે. આ બેરેકમાં રહેલા કેદીનું નિયમીતપણ મેડીકલ ચેક-અપ કરવામાં આવે છે.

જુની-નવી જેલમાં રહેલાં તમામ કેદીની નિયમીત આરોગ્ય ચકાસણી કરવા સાથે સામાન્ય લક્ષણ દેખાય તો જેલ તંત્રને જાણકારી મળે તેવી વ્યવસૃથા પણ ગોઠવવામાં આવી છે તેમ જેલ પી.આર.ઓ. અને ડીવાય.એસ.પી. ડી.વી. રાણાએ જણાવ્યું હતું. જેલમાં નવા આવેલા કેદીને અલગ રાખવા તેમજ જેલમાં જ મેડીકલ ટીમ આવે તેવા આયોજનથી કોરોના પર ઘણાંખરાં અંશે કન્ટ્રોલ મેળવી શકાયો છે.

કેદીને કોરોના ટેસ્ટ માટે દોડધામથી કર્મચારી ભોગ બનતાં હતાં

સાબરમતી જેલમાં એક સમય એવો હતો કે, નવા કેદીને લાવવામાં આવે ત્યારે તેમના કોરોના ટેસ્ટિંગ માટે હોસ્પિટલની દોડધામ કરવામાં આવતી હતી. કેદીઓને ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાતાં તેમાંથી કોઈ કેદી કોરોનાગ્રસ્ત હોય તો તેનો ચેપ કર્મચારીઓને લાગતો હતો. આમ છતાં, જેલ સ્ટાફે કેદીઓમાં કોરોના કન્ટ્રોલ માટે કવાયત કરતાં કેદીઓ કરતાં અડધી સંખ્યામાં જેલ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં છે. કર્મચારી કરતાં કેદીની સંખ્યા પાંચગણી છે. વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત થતાં કેદીના કોરોના ટેસ્ટિંગની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here