જોની બેયરસ્ટોએ બનાવ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, આ મામલે બની ગયો નંબર 1

0
84

જોની બેયરસ્ટો આખરે ફોર્મમાં વાપસી કરતાં દુબઈના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબની સામે શાનદાર 97 રનોની ઈનિંગ રમી હતી. બેયરસ્ટો પોતાની ઈનિંગ દરમિયાન એવી લયમાં હતો કે તે જ્યારે સદીની નજીક હતો ત્યારે તેનો પાર્ટનર ડેવિડ વોર્નર 60 રનની પાસે બેટિંગ કરી રહ્યો હતો. બેયરસ્ટોએ 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા હતા. સાથે જ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે સરેરાશ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

જણાવી દઈએ કે માત્ર 16 મેચ રમનાર બેયરસ્ટો હવે આઈપીએલમાં સૌથી વધારે સરેરાશવાળા બેટ્સમેનમાં ટોપ પર આવી ગયો છે. ટોપ પાંચ બેટ્સમેન આ પ્રમાણે છેઃ
-52.76 જોની બેયરસ્ટો
– 45.25 એડમ વોગ્સ
– 44.68 કેએલ રાહુલ
– 44.38 હાશિમ અમલા
– 44.00 ઈકબાલ અબ્દુલા

IPLમાં હૈદરાબાદનો સર્વોચ્ય વ્યક્તિગત સ્કોર
– 126 ડેવિડ વોર્નર, હૈદરાબાદ 2017
– 114 જોની બેયરસ્ટો, હૈદરાબાદ 2019
– 100 ડેવિડ વોર્નર, હૈદરાબાદ 2019
– 97 જોની બેયરસ્ટો, દુબઈ 2020

એટલું જ નહીં, બેયરસ્ટોની ડેવિડ વોર્નર સાથેની પાર્ટનરશિપ બીજી સિઝનમાં જ એવી જામી છે કે, બંનેએ 1000થી પણ વધારે રન પાર્ટનરશિપમાં બનાવી ચૂક્યા છે. ઓપનર તરીકે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ડેવિડ વોર્નર અને શિખર ધવનનાં નામ પર છે, જેઓએ 47ની સરેરાશથી 2220 રન બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here