જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર સુનાવણી આજે, કોર્ટ ચુકાદો આપે એવી સંભાવના

0
81

અયોધ્યા બાદ હવે જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર બધાની નજર મંડાયેલી છે. આ કેસમાં આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી થશે. આશા છે કે આજે તેના પર ચૂકાદો આવશે કે કેસની સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે કે લખનઉ ટ્રિબ્યૂનલ કોર્ટમાં. સુનાવણી ક્યાં થાય, તેના મુદે થોડા દિવસો પહેલાં કોર્ટમાં જોરદાર ચર્ચા થઇ હતી. 

બંને પક્ષોએ પોત-પોતાના તર્ક રજૂ કર્યા. જેને સાંભળ્યા બાદ જજેએ પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો હતો. જોકે આજે સુનાવણીમાં આ અંગે ચૂકાદો આવવાની આશા છે. જોકે સુન્ની વકફ બોર્ડ  ઇચ્છે છે કે આ કેસ લખનઉ ટ્રિબ્યુનલ કોર્ટમાં ચલાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here