ઝૂમાં રખાયેલા પોપટોને હટાવવા પડ્યા, મુલાકાતીઓને ભરપૂર ગાળો ભાંડતા હતા

0
28

બ્રિટનના લિન્કનશાયર વાઈલ્ડ લાઈફ પાર્કમાં આવેલા ઝૂમાં રખાયેલા પાંચ પોપટોને હવે ઝૂમાંથી હટાવી લેવાની ફરજ પડી છે.

આ પોપટો ઝૂની મુલાકાત લેનારા લોકોને ગાળો આપતા હતા અને ખાસ કરીને બાળકો સાથે ઝૂમાં આવનારા મુલાકાતીઓને આ ગાળો સાંભળીને ભારે સંકોચજનક સ્થિતિમાં મુકાવુ પડતુ હતુ.ઝૂ ઓથોરિટી સમક્ષ પોપટોની ઢગલાબંધ ફરિયાદો આવ્યા બાદ આખરે તેમને ઝૂમાંથી ખસેડી લેવા પડ્યા છે.પાર્કના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ નિકોલસને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, આફ્રિકન પ્રજાતિના પોપટને અલગ-અલગ લોકોએ ઝૂને ભેટ આપ્યા હતા.થોડા સમય માટે તેમને ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા હતા.એ પછી જયારે તેમને ઝૂમાં લોકો સમક્ષ મુકવામાં આવ્યા ત્યારે તે્મણે જુની આદતવશ ગાળો બોલવાનુ શરુ કર્યુ હતુ.

નિકોલસના મતે આ પોપટો માટે કોઈ પણ શબ્દની નકલ કરવી આસાન છે.તેઓ કશું પણ બોલી શકે છે.કેટલાક લોકો એવા હતા જેમણે આ પોપટની ગાળોને એન્જોય પણ કરી હતી.ઘણાએ તો પોપટો સાથે ગાળોનુ આદાન પ્રદાન પણ કર્યુ હતુ.જોકે બાળકો પર તેની ખરાબ અસર ના પડે તે માટે પોપટોને થોડા સમય માટે હટાવી લેવાયા છે.અમને આશા છે કે, તેમનામાં થોડો સુધારો થાય તે પછી ફરી તેમને ઝૂમાં લાવી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here