ટકોર / ગુજરાતમાં થતી રેલીઓ પર હાઈકોર્ટ ભડકી, નેતાઓની શાન ઠેકાણે લાવવા આપ્યો આ આદેશ

0
89

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના કાળ દરમિયાન યોજાનારી પેટાચૂંટણીને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

  • કોરોના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો અરજીનો મામલો
  • હાઇકોર્ટની રાજકીય પક્ષોને ટકોર
  • રાજકીય રેલીઓમાં જ સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું

રાજ્યમાં પેટાચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા મોટી રેલી અને કાર્યક્રમો કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં કોરોના વાયરસ ફેલાવાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં થઈ રહેલી રાજકીય રેલીઓને લઈને લાલ આંખ કરી છે. સુઓમોટો અરજી મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે રાજકીય નેતાઓની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને નિયમોના ભંગને લઈને ટકોર કરી છે.

શું નેતાઓ ચાંદ પરથી આવ્યાં છે : હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઠેર-ઠેર રાજકીય નેતાઓની રેલી અને સરઘસની ગંભીર નોંધ લેતા આજે કહ્યું હતું કે આ રેલીઓમાં નિયમો પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. કોર્ટે આ મામલે રાજકીય પક્ષોને ટકોર કરી હતી અને કહ્યું હતું કે નેતાઓ પ્રજાના માર્ગદર્શક હોય છે ત્યારે તેઓ જ ગેરમાર્ગે દોરી રહ્યાં છે. લાલૂઘમ હાઇકોર્ટે આદેશ આપતા પૂછ્યું કે, શું નેતાઓ ચાંદ પરથી આવ્યાં છે?

રેલીઓમાં માસ્ક પણ નથી પહેરતા

કોરોના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરાઇ છે. જેમાં હાઇકોર્ટે રાજકીય પક્ષોને ટકોર કરી છે. રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા મોટી રેલી અને કાર્યક્રમો કરવામાં આવે છે. અને તેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરાતું અને માસ્ક પણ નથી પહેરતા.

નેતાઓ પાસેથી પણ દંડ વસૂલો : હાઈકોર્ટ

ત્યારે હાઇકોર્ટે રાજકીય પક્ષોને ટકોર કરી અને કહ્યું કે રાજકીય રેલીઓમાં જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. આજે પણ રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક પહેરતા નથી. ત્યારે નિયમો ભંગ કરનાર નેતા અને લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here