ટીવીની આ પ્રખ્યાત જોડી કોરોનાથી સંક્રમિત, પોતાને કર્યા આઈસોલેટ

0
42

ટેલિવિઝનની પ્રખ્યાત સ્ટાર જોડી ગુરમિત ચૌધરી અને દેબિના બેનર્જી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ગુરમિતે ટવિટર પર માહિતી આપતા જણાવ્યું છે કે તે અને તેની પત્ની કોવિડ-19ના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેથી બંને હાલમાં ઘરમાં જ ક્વોરન્ટાઇન છે.


GURMEET CHOUDHARY

My wife Debina & I have tested positive for COVID-19 today. We are touch wood, doing fine and are taking all the necessary precautions, in isolation at home. We request all those who have been in contact with us to take care

Thank you all for your love and support

ગુરમિત ચૌધરીનું ટવિટ

અભિનેતા ગુરમીત ચૌધરીએ ટવિટ કરતા લખ્યું છે કે, ‘કોવિડ -19ના ટેસ્ટમાં મારી પત્ની દેબિના અને હું પોઝિટિવ આવ્યા છીએ. અમે ઠીક છીએ અને બધી જરૂરી સાવચેતી રાખીએ છીએ. અમે ઘરમાં જ આઈસોલેશનમાં છીએ. અભિનેતાએ તાજેતરના સમયમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાની પૂરતી સંભાળ રાખવા વિનંતી કરી છે. તેણે એમ પણ કહ્યું, અમે અમારા સંપર્કમાં રહેલા તમામ લોકોને પોતાની સંભાળ રાખવા વિનંતી કરીએ છીએ. તમારા પ્રેમ અને સમર્થન બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગુરમિત તાજેતરમાં જ પોતાની ફિલ્મ ‘ધ વાઇફ’ સમાપ્ત કરીને જયપુરથી પરત ફર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here