ટેલિવિઝનના દર્શકોનો મનપસંદ અભિનેતા છે ટાઈગર શ્રોફ

    0
    8

    આ પહેલા સલમાન ખાન અને વરુણ ધવન વધુ પસંદ હતા

    ટેલિવિઝન પર છેલ્લા થોડા અઠવાડિયાઓથી હિંદી ફિલ્મની બોલબાલા ચાલી રહી છે. હિંદીમાં ડબ કરેલી દક્ષિણ ભારતીય ફિલ્મોને પણ લોકો જોઇ ર્હયા છે. જે લોકો પૈસા આપીને ફિલ્મો જોવાનું પસંદ કરે છે તેઓ હિંદી ફિલ્મો જોઇ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી વરુણ ધવન અને સલમાન ખાનની ફિલ્મો ડિમાન્ડમાં હતી. પરંતુ હવે ટાગિર શ્રોફ બાજી મારી ગયો છે. 

    બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાએ  ગયા અઠવાડિયાના ટીવી ડાટા બહાર પાડયા હતા. જેના અનુસાર, ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી ૩ દર્શકોની પ્રથમ પસંદગી રહી હતી. 

    અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ બાગી ૩ બે ભાઇઓના પ્રેમની કહાની હતી. પ્રિમિયમ ચેનલો પર પણ બાગી ૩ ને પ્રથમ સ્થાન મળ્યુ ંહતું. 

    આ પરથી સ્પષ્ટ થાય છે કે, ટાઇગર શ્રોફ હવે યુવા પેઢીનો માનીતો અભિનેતા બની ગયો છે. સલમાન અને વરુણ ધવનથી તે આગળ નીકળી ગયો છે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here