ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ચેન્નઇનો જુગાર સફળ રહ્યો, હૈદરાબાદને હરાવ્યું

0
85

વોટસન તથા રાયડૂએ ઉપયોગી રન બનાવ્યા બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૨૦ રનથી પરાજય આપ્યો હતો. ચેન્નઇના છ વિકેટે ૧૬૭ રનના જવાબમાં હૈદરાબાદની ટીમ આઠ વિકેટે ૧૪૭ રન બનાવી શકી હતી. રનચેઝ કરનાર હૈદરાબાદની ટીમે ૧૫ ઓવરમાં ૯૯ રનના સ્કોર સુધીમાં ટોચના ચાર બેટ્સમેન ગુમાવી દીધા હતા. વિલિયમ્સને ધીમી પિચ ઉપર  ૩૯ બોલમાં સાત બાઉન્ડ્રી વડે ૫૭ રન બનાવ્યા હતા જે તેની ટીમ માટે હાઇએસ્ટ સ્કોર રહ્યો હતો. ચેન્નઇ માટે કર્ણ શર્મા તથા બ્રાવોએ બે-બે વિકેટ ખેરવી હતી. અગાઉ ચેન્નઇએ ૩૫ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી પરંતુ વોટસન (૪૨) તથા રાયડૂએ (૪૧) ત્રીજી વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here