ટ્રમ્પની હારથી ભારતીય રોકાણકારોની બલ્લે-બલ્લે, 5 દિવસમાં 5.50 લાખ કરોડથી વધારેનો ફાયદો

  0
  8

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પની હાર સ્પષ્ટ નજર આવી રહીં છે. જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવાથી હાથવેત દૂર છે. વળી આ ચૂંટણીએ જ્યાં અમેરિકાના રોકાણકારોને ફાયદો પહોંચડી રહ્યો છે ત્યાં એટલો જ ફાયદો ભારતીયોને પણ પહોંચ્યો છે. છેલ્લા 5 દિવસમાં રોકાણકારોને મોટો ફાયદો થયો છે.

  બીએસઇમાંથી મળતા આંકડા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પની સંભવિત હારથી બજારમાં આવેલા ઉછાળાના કારણે 5.50 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ફાયદો થયો છે. 

  બીજી તરફ સેન્સેક્સમાં 552.90 પોન્ટની તેજી સાથે 41893.06 પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ નિફ્ટી 50 143.25 પોઇન્ટના વધારાસ સાથે 12263.55 પોઇન્ટ પર બંધ થયો છે. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં સતત બીજા દિવસે પણ સારી તેજી જોવા મળી છે. અને શેર ફરી 2000ને પાર થઇ ગયો છે.

  20 જાન્યુઆરી બાદ બજાર ટોચ પર
  આજે શેર બજાર 10 મહિનાની ટોચ પર પહોંચી ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને 20 જાન્યુઆરી બાદ સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. 20 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 41,528.91 પોઇન્ટ પર હતો અને નિફ્ટી-50 12,224.55 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો.

  અમેરિકી બજારમાં જોવા મળી રહેલી તેજીની સીધી અસર ઇક્વિટી બજારમાં જોવા મળી હતી. નવેમ્બરમાં ઇક્વિટી બજારમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. નવેમ્બરના મહિનમાં નિફ્ટી-50માં 621.15 પોઇન્ટની તેજી જોવા મળી છે. તો સેન્સેક્સમાં 2279 પોઇન્ટની તેજી જોવા મળી છે. સામાન્ય રીતે કામકાજના એક અઠવાડિયામાં આટલી તેજી ભાગ્યે જ જોવા મળે છે.

  બીજી તરફ નવેમ્બરના મહિનામાં ઇક્વિટી બજારમાં ઘણું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. જેનું કારણ અમેરિકી બજારમાં જોવા મળી રહેલી તેજી છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here