ટ્રમ્પને ખરેખર કોરોના થયો છે ? સોશિયલ મીડિયા પર ચર્ચાતો સવાલ

0
26

– કોરોનાગ્રસ્ત 74 વર્ષીય વ્યક્તિને અલગ કરી દેવાય છે ત્યારે ટ્રમ્પ હોસ્પિટલમાં પણ સતત એક્ટિવ રહ્યા

કોરોનાગ્રસ્ત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે વોલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી અને તે વ્હાઈટ હાઉસમાં પરત ફરી ગયા. ટ્રમ્પને કોરોનાની સારવાર માટે શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જોકે, આ પછી ટ્રમ્પની પ્રવૃત્તિઓ અને તેમના હાવભાવ જોતાં અમેરિકામાં સોશિયલ મીડિયા પર એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ટ્રમ્પને ખરેખર કોરોના થયો છે? અમેરિકામાં ચાર સપ્તાહ પછી પ્રમુખપદની ચૂંટણી છે. તે પહેલાં પ્રમુખપદના બંને ઉમેદવારો વચ્ચે આ મહિનામાં બે ડીબેટ થવાની છે. એવામાં ટ્રમ્પનું હોસ્પિટલમાં દાખલ થવું.

દાખલ થયા પછી વીડિયો સંદેશ આપવો, હોસ્પિટલની બહાર આવી સમર્થકોનું અભિવાદન કરવું અને માત્ર ચાર દિવસની સારવાર પછી વ્હાઈટ હાઉસ પાછા ફરી જવું. આ બધું સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે પણ આશ્ચર્યજનક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે 74 વર્ષની વયે અને તે પણ સ્થૂળતા હોય ત્યારે કોરોના થયા પછી કોઈપણ વ્યક્તિ આ રીતનું વર્તન કરવા લાયક રહેતી નથી.

સમગ્ર દુનિયા આ મહામારીથી પરેશાન છે. કોઈ વ્યક્તિને કોરોના થયો હોવાનું જણાતાં જ તેને ઓછામાં ઓછું 14 દિવસ અન્યોથી અલગ કરી દેવાય છે. આવા સમયમાં ટ્રમ્પે પહેલાં હોસ્પિટલમાંથી સંદેશ આપ્યો અને પછી વ્હાઈટ હાઉસ પાછા ફરતાં સીડી ચઢીને તેમના નિવાસસૃથાને ગયા. 

ટ્રમ્પે હોસ્પિટલમાંથી એક વીડિયો ટ્વીટર હેન્ડલ પર જાહેર કર્યો હતો, તેમાં પણ તે ખૂબ જ એક્ટિવ જણાતા હતા. તેમના વીડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને કોરોના અંગે ઘણું શીખવા મળ્યું. અહીં સાચું શીખવા મળે છે. આ વીડિયોથી તદ્ન વિપરિત ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પહોંચતા જ બાલ્કનીમાં જ તેમણે માસ્ક ઉતારી નાંખ્યો હતો. આ બધું જોઈને લોકોને વિશ્વાસ નથી થતો કે ટ્રમ્પને કોરોના થયો છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here