ટ્રમ્પે પોતાનું માસ્ક ઉતારી ખિસ્સામાં મુકી દીધુ, લોકોની ટીકાનો ભોગ બન્યા

0
22

કોરોના સંક્રમણ સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમણે વ્હાઈટ હાઉસમાં શિફટ કરવામાં આવ્યા છે. તેમની વોલ્ટર રીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે હેલિકોપ્ટરમાં સવાર થઈને તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસ પહોંચતાની સાથે જ તેમણે માસ્ક ઉતારી દીધું હતુ. 

જ્યારે વ્હાઈટ હાઉસના ડૉક્ટર સીન કોનલેએ કહ્યું કે ટ્રમ્પ હજુ પણ સંપૂર્ણ રીતે ખતરાની બહાર નથી. સીએનએને જણાવ્યું કે હેલીકોપ્ટરમાંથી નિકળતાની સાથે જ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કર્યો હતો. એ બાદ તેમણે પોતાનું માસ્ક ઉતારી ખિસ્સામાં મુકી દીધુ હતુ. એ બાદ બાલ્કનીમાંથી લોકોને થમનો ઈશારો કર્યો હતો. 

આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ટ્રમ્પને વોલ્ટર રીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતા. ટ્રમ્પ થોડાક સમય માટે કાફલા સાથે હોસ્પિટલમાંથી બહાર નિકળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here