ટ્રમ્પ કોરોના પોઝિટીવ : વૈશ્વિક શેરબજારોમાં બોલેલો કડાકો હંગામી નીવડશે

0
40

– ટ્રમ્પને તેમના કોવિડ-૧૯ રીપોર્ટથી સહાનુભૂતિના મતો મળી શકે છે

– બજારો માટે આ એક સેન્ટીમેન્ટ હાલ તુરત ખરાબ કરનારૂ બની શકે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેસ્ટિંગમાં કોવિડ-૧૯ પોઝિટીવ જાહેર થતાં વૈશ્વિક શેર બજારોમાં આજે શુક્રવારે બોલાઈ ગયેલો કડાકો હંગામી નીવડવાનો અંદાજ સમીક્ષકો બતાવી રહ્યા છે. આ ડેવલપમેન્ટથી અમેરિકી પ્રમુખપદ માટેની ચૂંટણીઓમાં વિલંબ થવાના શકયતા નકારી કાઢી હોવાનું પોટુસના હેલ્થ રીપોર્ટમાં જણાવાયું છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ(યુ.એસ.ફેડ) દ્વારા વધુ એક સ્ટીમ્યુલસ પેકેજની શકયતા પર બજારોની ખાસ નજર રહેશે એવું સમીક્ષકોનું કહેવું છે.

ડેલટોન કેપિટલના મેનેજિંગ ડિરેકટર યુ.આર.ભાટનું કહેવું છે કે આ સમાચાર ચોક્કસ ટ્રમ્પ કેમ્પ માટે રાજકીય રીતે પછડાટના છે. પરંતુ તેમનું માનવું છે કે આનાથી અમેરિકી ચૂંટણીઓ વિલંબમાં પડવાની કે મોકૂફ રહેવાની તેમને શકયતા જણાતી નથી. ૧૪ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે અને એ પખવાડિયામાં પણ ચૂંટણી ઝુંબેશ તો ચાલુ રહેશે. ટ્રમ્પને તેમના કોવિડ-૧૯ રીપોર્ટથી સહાનુભૂતિના મતો મળી શકે છે. બજારો માટે આ એક સેન્ટીમેન્ટ હાલ તુરત ખરાબ કરનારૂ બની શકે છે.

અમેરિકી બજારોમાં ફયુચર્સમાં અને એશીયાના બજારોમાં આજે આ સમાચાર પાછળ ધોવાણ થયું હતું. એસ એન્ડ પી ૫૦૦ અને ડાઉ ઈન્ડસ્ટ્રીયલ બન્નેમાં ૧.૯ ટકાનો ઘટાડો ફયુચર્સ કોન્ટ્રેકટસમાં નોંધાયો હતો. એક અન્ય એનાલિસ્ટનું કહેવું  છે કે ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થવાથી બજારો માટે હંગામી પીછેહઠ છે. જ્યારે વૈશ્વિક બજારોના મોટાભાગના ઈન્ડેક્સોમાં ઘટાડો જોવાયો છે, પરંતુ આ ડેવલપમેન્ટ આંચકા જેવું રહેશે.

આ દરમિયાન બજારના પાર્ટિસિપન્ટસ બિદેન સર્વેમાં આગળ જણાયા હોવા છતાં તેમના માટે સ્પષ્ટ વિજય થવાનું માનતા નથી. આ માટે કહેવું છે કે વર્ષ ૨૦૧૬માં ચૂંટણી વખતે હિલેરી ક્લિન્ટન પૂર્ણ વર્ષ ૨૦૧૬માં ટ્રમ્પ કરતાં આગળ હતા, પરંતુ એ અંતે ટ્રમ્પ સામે હાર્યા હતા. 

આગળ જતાં એશીયાના બજારો, વિકાસશીલ બજારોમાં વર્તમાન લેવલથી વર્ષાંતમાં મજબૂતી જોવાશે એવું સમીક્ષકનું માનવું છે, કેમ કે યુ.એસ. ચૂંટણીનું ઓવરહેંગ દૂર થશે અને રોકાણકારો ફરી ફંડામેન્ટલ જેમ કે આર્થિક રિકવરી અને વર્ષ ૨૦૨૧માં કોવિડ-૧૯ વેક્સિનની શકયતા પર ફોક્સ કરશે. 

આગળ જતાં એશીયાના બજારો, વિકાસશીલ બજારોમાં વર્તમાન લેવલથી વર્ષાંતમાં મજબૂતી જોવાશે એવું સમીક્ષકનું માનવું છે, કેમ કે યુ.એસ. ચૂંટણીનું ઓવરહેંગ દૂર થશે અને રોકાણકારો ફરી ફંડામેન્ટલ જેમ કે આર્થિક રિકવરી અને વર્ષ ૨૦૨૧માં કોવિડ-૧૯ વેક્સિનની શકયતા પર ફોક્સ કરશે. 

 ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટીવ આવતાં આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ધોવાણ થયું હતું. અમેરિકી બજારોમાં ફયુચર્સમાં સાંજે ડાઉ જોન્સ ૩૪૬ પોઈન્ટનો ઘટાડો, નાસ્દાકમાં ૨૨૩ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો. યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૪૦ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૪૦પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

એશીયાના દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૫૫.૨૨ પોઈન્ટ ઘટીને ૨૩૦૨૯.૯૦, હોંગકોંગનો હેંગસેંગ ૧૮૩.૫૨ પોઈન્ટ ઘટીને ૨૩૪૫૯.૦૫, ચાઈનાના સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪.૪૦ પોઈન્ટ ઘટીને ૪૫૮૭.૪૦ બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here