અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારવા માટે ટ્રમ્પ તૈયાર નથી.જો બાઈડેન વિજેતા થઈ ચુક્યા છે અને તેઓ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનશે.
જોકે ટ્રમ્પના સ્વભાવને જોતા ઘણા લોકોને આશંકા થઈ રહી છે કે, ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા માટે ઈનકાર કરી દે તો શું થાય..
ચૂંટણી પહેલા જ અટકળો થઈ રહી હતી કે, ટ્રમ્પ જો ચૂંટણી હારી જશે તો આસાનીથી ખુરશી છોડવા માટે રાજી નહી થાય.કારણકે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે જ કહ્યુ હતુ કે, જો મત ગણતરી યોગ્ય રીતે નહી થાય તો મારે વિચારવુ પડશે.જોકે ચૂંટણી બાદ ટ્રમ્પના મતે તો એવુ જ થયુ છે.ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, મતગણતરીમાં ગોટાળા થયા છે અને હું ચૂંટણી જીતી ચુક્યો છું.
હકીકત એ પણ છે કે, હાલમાં તો સત્તા ટ્રમ્પના હાથમાં છે.હજી અમેરિકાના કેટલાક રાજ્યોમાં મત ગણતરી ચાલી રહી છે અને તેવામાં ફાઈનલ પરિણામો જાહેર થયા નથી.જોકે બાઈડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેશે.અમેરિકાના બંધારણ પ્રમાણે 20 જાન્યુઆરી સુધી ટ્રમ્પની પ્રમુખપદની મુદત રહેશે.ત્યાં સુધી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં જ રહેશે.
અમેરિકાના ઈતિહાસમાં ક્યારેય એવુ બન્યુ નથી કે કોઈ રાષ્ટ્રપતિએ વ્હાઈટ હાઉસ છોડવા માટે ના પાડી હોય પણ જો ટ્રમ્ એવુ કરશે તો આખી દુનિયા માટે આ નવાઈની વાત હશે.20 જાન્યુઆરી સુધી તો ટ્રમ્પ પાસે તમામ તાકાત છે.તેઓ ત્યાં સુધી અમેરિકન સેનાના પણ સુપ્રીમ કમાન્ડર છે.
પણ 21 જાન્યુઆરીથી જો બાઈડેનના હાથમાં આ તમામ પાવર જતો રહેશે.તે વખતે સેના, સુરક્ષા ગાર્ડ અને વ્હાઈટ હાઉસ પર ટ્ર્મ્પનો કોઈ અધિકાર નહી રહે.આ સંજોગોમાં નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ છોડવાનો આદેશ આપી શકે છે.જોકે પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે તેમની સુરક્ષા રહેશે પણ વ્હાઈટ હાઉસનો સ્ટાફ 21 જાન્યુઆરીથી તેમના માટે કામ કરવાનુ બંધ કરી દેશે.