ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગને રૂ. 5 ટ્રિલિયનનું નુકશાન

0
97

– આ ઉદ્યોગને ટકાવી રાખવા તાત્કાલિક પગલા ભરવા જરૂરી

– તહેવારોમાં સ્થિતિ સુધરવાની આશા

કોવિડ-૧૯ મહામારીને કારણે ભારતીય ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગને જંગી ફટકો પડયો છે અને આ સેકટર સાથે જોડાયેલી સમગ્ર વેલ્યુ ચેઇન આશરે રૂ. ૫ ટ્રિલિયન અથવા ૬૫.૫૭ અબજ ડોલરનું નુકશાન કરશે. તેમાં સંગઠિત ક્ષેત્ર ૨૫ અબજ ડોલરનું નુકશાન કરે તેવી શક્યતા છે. આ આંકડા ઘણાં ચોંકાવનારા છે અને ઉદ્યોગને ટકાવી રાખવા માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.

ઇન્ડસ્ટ્રી ચેમ્બર સીઆઈઆઈ અને હોસ્પિટાલિટી કન્સલ્ટિંગ ફર્મ હોટેલિવેટના એક અભ્યાસમાં જણાવ્યા મુજબ સરકારે અર્થવ્યવસ્થાને પુન:ટ્રેક ઉપર લાવવા અને ઉદ્યોગોના આર્થિક નુકશાનને ઘટાડવા માટે મહ્દ અંશે છુટકારો અને રાહતો જાહેર કરતાં આગામી તહેવારોની સીઝન સાથે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગને રાહત મળવાની પૂરી સંભાવના છે.

ભારતીય ટુરિઝમ ઉદ્યોગને પ્રથમવાર આટલી ગંભીર કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને ટુરિઝમના તમામ વર્ટિકલ્સ જેમ કે લેઝર, એડવેન્ચર, હેરિટેજ, એમઆઈસીઈ, ક્રુઝ, કોર્પોરેટ સહિતના તમામ સેગમેન્ટસ ઉપર નકારાત્મક અસર પેદા થઇ છે.

એક અંદાજ મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ઓક્યુપન્સી ૮૦ ટકા સાથે ટોચના સ્તરે હતી, જે ફેબુ્રઆરીમાં ૭૦ ટકા થયાં બાદ માર્ચમાં નોંધપાત્ર ઘટીને ૪૫ ટકા અને એપ્રિલમાં માત્ર ૭ ટકાના અત્યંત નીચા સ્તરે આવી ગઇ હતી.

મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓક્યુપન્સી અનુક્રમે ૧૦ ટકા, ૧૨ ટકા, ૧૫ ટકા અને ૨૨ ટકા નોંધાઈ છે. જો કે, અર્થવ્યવસ્થા ધીમે-ધીમે સામાન્ય થઇ રહી છે અને બિઝનેસિસની શરૂઆત સાથે ઓક્ટોબરમાં ઓક્યુપન્સી ૨૮ ટકા, નવેમ્બરમાં ૩૦ ટકા અને ડિસેમ્બરમાં ૩૫ ટકા રહેવાનો અંદાજ છે.મહિન્દ્રા હોલિડેઝ કવિન્દર સિંઘે  જણાવ્યું હતું કે ગુજરાતમાંથી પ્રવાસીઓ પોતાના વાહનોમાં પ્રવાસ કરે છે અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા જોડાયેલા રાજ્યોની મુલાકાત લઇ રહ્યાં છે. સપ્ટેમ્બરમાં ત્યાં ઓક્યુપન્સી ૬૦ ટકા જોવાઈ હતી. આગામી તહેવારની સીઝન અને વિશેષ કરીને દિવાળી એ ક્રિસમસમાં ઓક્યુપન્સીમાં સુધારો થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here