ટ્રાવેલ / ગોવાથી પણ વધુ ચોખ્ખો અને સારો બીચ ગુજરાતમાં; જોઈ લો સુંદર તસ્વીરો

0
56

ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.

ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે. આ બીચમાં શિવરાજપુર (દ્વારકા), ઘોઘલા(દીવ), કાસરકોડ અને પડુબિદરી (કર્ણાટક), કપ્પડ(કેરળ), ઋષિકોંડા(આંધ્રપ્રદેશ), ગોલ્ડન બીચ (પૂરી, ઓડિશા) અને રાધાનગર (અંદામાન નિકોબાર)નો સમાવેશ થાય છે. 

શું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન?

બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. 

આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે. 

શિવરાજપુર બીચ

રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આવેલો છે. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here