ટ્રેલબ્લેઝર્સ ચેમ્પિયન, સુપરનોવાસ હેટ્રિકથી વંચિત રહી

0
51

સુકાની સ્મૃતિ મંધાનાની કેપ્ટન ઇનિંગ બાદ બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી ટ્રેલબ્લેઝર્સે અહીં રમાયેલી ફાઇનલમાં સુપરનોવાસ ટીમને ૧૬ રનથી હરાવીને પ્રથમ વખત વિમેન્સ ચેલેન્જ ટી૨૦ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. આ સાથે સુપરનોવાસ સતત ત્રીજી વખત ટાઇટલ જીતવાથી વંચિત રહી હતી. ટ્રેલબ્લેઝર્સના આઠ વિકેટે ૧૧૮ રનની સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સુપરનોવાસ ટીમ સાત વિકેટે ૧૦૨ રન નોંધાવી શકી હતી.

રનચેઝ કરનાર સુપરનોવાસ ટીમ માટે સુકાની હરમનપ્રીત કૌરે ૩૬ બોલમાં ૩૦, સિરિવર્ધનેએ ૧૯ રન બનાવ્યા હતા. ટ્રેલબ્લેઝર્સ માટે દીપ્તિ શર્માએ નવ રનમાં બે તથા સલા ખાતુને ૧૮ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. આ અગાઉ ટ્રેલબ્લેઝર્સ માટે સુકાની મંધાનાએ ૪૯ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૬૮ તથા ડોટ્ટિને ૨૦ રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે ૭૧ રન નોંધાવીને ટીમ માટે આક્રમક શરૂઆત કરી હતી. આ જોડી તૂટયા બાદ ટ્રેલબ્લેઝર્સનો ધબડકો થયો હતો અને ટીમે ૧૭ રનના ગાળામાં છ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર રાધા યાદવે ૧૬ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ટી૨૦માં પાંચ વિકેટ ઝડપનાર તે પ્રથમ બોલર બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here