ડિંડોલીમાં પુત્ર વિરહમાં માતાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો

0
26

એકમાત્ર પુત્રના મોતથી તણાવમાં હતા ઃ આર્થિક ભીંસથી અડાજણની મહિલા, બીમારીને લીધે ઇચ્છાપોરના પ્રૌઢનો આપઘાત

સુરતમાં બે મહિલા સહિત ત્રણના આપઘાત

સુરતતા.5.ઓકટોબર.2020.સોમવાર

ડીંડોલીમાં પુત્રના મૃત્યુ બાદ વિરહમાં માતાએ રવિવારે સવારે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.જયારે બીજા બનાવમાં આર્થિક ભીંસમાં અડાજણની મહિલાએ તથા ઇચ્છાપોરમાં મગજની બિમારીમાં પ્રોઢે  આત્મહત્યા કરી હતી.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીના બસ સ્ટેન્ડ પાસે સાંઇનગરમાં રહેતા ૪૫ વર્ષીય સંગીતાબેન દતાત્રેય પાટીલે રવિવારે સવારે ઘરમાં સ્ટોર રૃમમાં છતના લોખંડના હુક સાથે કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતુ. ડિંડોલી પોલીસ સુત્રોએ કહ્યુ કે સંગીતાબેન મુળ મહારાષ્ટ્રના સિરપુરના વતની હતા. તેમનો એકના એક લાડકવાયા પુત્ર દિપકનું તા.૨૮ ઓગસ્ટે હૃદયરોગના હુમલા બાદ મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ પુત્ર વિરહમાં સતત ઝુરતા હતા. અને માનસિત તાણ અનુભવતા હતા. સંતાનમાં બે પુત્રી પણ છે. પતિ કાપડ માર્કેટમાં નોકરી કરે છે.

બીજા બનાવમાં અડાજણના પાલ ખાતેના ગૌરવપથ રોડ પર સુડા આવાસમાં રહેતા ૩૦ વર્ષીય વિજયાબેન સુનીલભાઇ સેનીએ રવિવારે સાંજે ઘરના બેડરૃમમાં ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે કહ્યુ ંકે, વિજયાબેનને સંતાનમાં ૩ પુત્રી છે. પતિ એક થી દોઢ વર્ષ પહેલા છોડીને જતા રહ્યા હતા ત્યારથી ઘરકામ કરીને ગુજરાન ચલાવતા હતા. નાણાંકીય તકલીફ પડતા આ પગલું ભર્યાની શક્યતા છે.

જ્યારે નજીક દામકા ગામમાં સાંઇ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય ગીરીશભાઇ બાલુભાઇ પટેલને એક વર્ષથી મગજની તકલીફ હોવાથી દવા ચાલતી હતી. તેમણે  રવિવારે બપોરે એસીડ પી લેતા મોત થયું હતું. તે હજીરાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here