ડિગ્રી એન્જિ.માં પ્રથમ રાઉન્ડમાં 24,000ને પ્રવેશ, 26,912 બેઠકો ખાલી

0
32

– 80થી વધુ કોલેજોની 50 ટકાથી વધુ બેઠકો પર પ્રવેશ જ નહી

– 131માંથી 17 જ કોલેજમાં 90 ટકા બેઠક પર પ્રવેશ

૫૨ કોલેજોની ૧૨૦ બ્રાંચની ૬૨૫૪ બેઠકો પર ઝીરો પ્રવેશ ફાળવણી 

ધો.૧૨ સાયન્સ પછી ડિગ્રી ઈજનેરીમાં  પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડનુ સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં પ્રવેશ ફાળવણીમાં જ ૨૭ હજાર જેટલી બેઠકો ખાલી રહી છે જ્યારે ૨૪૦૧૬ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે.૮૦ કોલેજોની ૫૦ ટકાથી ઓછી બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. 

ડિગ્રી ઈજનેરીમાં આ વર્ષે સરકારે નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે.જેમાં ખાનગી કોલેજો-યુનિ.ઓની ૫૦ ટકા બેઠકો મેનેજમેન્ટ બેઠકો કરી તેઓને પોતાની રીતે ભરવાની છુટ આપી છે ઉપરાંત સરકારી કોલેજોમાં ૫ ટકા બેઠકો  જેઈઈ મેરિટથી ભરવા અનામત રખાઈ છે.  આ વર્ષે ૧૩૧ કોલેજોની કુલ મળીને ૬૪ હજારથી વધુ બેઠકો છે.

જેમાં ઘણી કોલેજોએ પોતાની ૫૦ ટકા બેઠક પ્રવેશ સમિતિને ભરવા સોંપી દીધી હોઈ પ્રવેશ સમિતિએ  ભરવાની થતી ૫૦૯૨૮ બેઠકો છે.જે માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત મેરિટ સમાવિષ્ટ ૨૭૧૪૧૫ વિદ્યાર્થીમાંથી ૨૬૫૧૩ વિદ્યાર્થીએ ચોઈસ ભરી ભાગ લીધો હતો અને જેમાંથી ૨૪૦૧૬ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે ૨૬૯૧૨ બેઠકો ખાલી રહી છે.

પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીમાં ૧૩૧ કોલેજોમાંથી ૧૭ જ કોલેજની ૯૦ ટકા બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે જ્યારે ૮૦ કોલેજોની ૫૦ ટકાથી ઓછી બેઠકો પર અને ૫૭ કોલેજોની ૩૦ ટકાથી પણ ઓછી બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. જ્યારે ૩૨ કોલેજો તો એવી છે કે જેની ૧૦ ટકાથી ઓછી બેઠક પ્રવેશ ફાળવાયો છે.

LD સહિત સરકારી કોલેજોની ૨૨૦૦થી વધુ બેઠકો ખાલી

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ૧૧૧૯૧ બેઠકોમાંથી ૮૯૭૬ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે અને પ્રથમવાર સૌથી મોટી સરકારી કોલેજ એલ.ડીની બેઠકો સહિત સરકારી કોલેજોની ૨૨૦૦થી વધુ બેઠકો ખાલી રહી છે.જ્યારે  ખાનગી કોલેજોની ૩૯૭૩૭ બેઠકોમાંથી ૧૫૦૪૦ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. અને ખાનગી કોલેજોની ૨૪૬૯૭ બેઠકો ખાલી રહી છે.

પ્રથમવાર જેઈઈ મેરિટ સ્કોર પર ૫૬૦ વિદ્યાર્થીને પ્રવેશ

સરકારે આ વર્ષે રાજ્ય બહારના વિદ્યાર્થીઓથી ખાલી બેઠકો ભરવા માટે ઈજનેરીમાં સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં  ૫ ટકા બેઠકો  પર જેઈઈ થી પ્રવેશઆપવાનો નિયમ કર્યો છે ત્યારે આ વર્ષે પ્રથમવાર જેઈી મેરિટ સ્કોરથી ૫૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે.૫ ટકા મુજબની અનામત રખાયેલી તમામ બેઠકો હાલ ભરાઈ ગઈ છે. આ વર્ષે ગુજકેટ મેરિટ અને જેઈઈ મેરિટ એમ બે મેરિટ તૈયાર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here