ડોલરમાં કમાણી કરતાં ગુજરાતની આ ગામની દિવાળી બગડી, એક ક્લિકે જાણો તે ગામનો સોનેરી ઈતિહાસ

0
60

દિવાળીનો તહેવાર હોય અને થાળીમાં મઠીયા ચોળાફળી ના હોય તો અધુરૂ લાગે. દિવાળીના સમયમાં ગુજરાતના ચરોતરમાં આવેલું ઉત્તરસંડા ગામ પાપડ-મઠિયાંને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસને પગલે વેપારમાં માત્ર 50 ટકા જ માલનું વેચાણ થયું છે જેને કારણે માંગ ઓછી થવાના પગલે આ વર્ષે ફેકટરી માલિકો સહિત વેપારીઓની આવક લગભગ અડધી થઇ છે.

ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીના 35થી વધુ એકમો આવેલા છે. જેમાં 2000થી વધારે લોકોને રોજગારી મળે છે. દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલરમાં થાય છે, કારણ કે દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળી છે. વેપારીઓ મોટા પ્રમાણમાં પાપડ-મઠિયાં સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ જોકે આ વર્ષે કોરોના મહામારીને પગલે તેમના ધંધા પર મોટી અસર પડી છે.

પાપડ મઠીયાની ફેકટરીના માલિકોનું કહેવું છે કોરોના મહામારીને પગલે વેપારને ખૂબ જ મોટી અસર પડી છે. સૌથી પહેલા તો ટ્રાન્સપોર્ટ બંધ થવાથી નિકાસ બંધ થઈ ગઈ છે. એને કારણે કુરિયરનો સહારો લેવો પડે છે, જેનાં ભાડાં પણ વધી ગયાં છે. આ વર્ષે પાપડ મઠીયા ની 90 ટકા નિકાસ ઓછી થઈ છે, સાથે જ લોકલ માર્કેટમાં પણ ધંધો ઠપ છે. અડદદાળ, મગદાળ તેમજ તુવેળ દાળના ભાવમાં સતત વધારો થયો છે. દિવાળીના 15 દિવસ અમારો વેપાર 70થી 90 ટન જેટલો થતો હતો, જે આ વર્ષે 40 ટન પણ ક્રોસ થયો નથી.

વિદેશમાં સૌથી વધુ બિઝનેસ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાંથી આવે છે. ત્યાં વસતા ગુજરાતીઓ તહેવારોના સમયે મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે એમાં પણ ઘણું મોટું નુકસાન થયું છે.

શું છે ઉત્તરસંડા ગામનો ઈતિહાસ?

ગુજરાત આણંદ-નડિયાદ પાસે ઉત્તરસંડા ગામ આવેલું છે. આ ગામમાં આશરે 20થી 25 હજારની વસતિ રહે છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહીં બનતાં પાપડ, મઠિયાં અને ચોળાફેળી છે. અહીં એન્ટર થતાં જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળશે. એ સિવાય અહીં પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ પણ છે. કહેવાય છે કે ઉત્તરસંડાના પાપડનો સ્વાદ દેશ-વિદેશમાં વખણાય છે.

ઈ.સ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. જોકે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી, પરંતુ એ ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય એ માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી, જે માટે ફેક્ટરીને ઘણો ખર્ચો થઈ જતો હતો, જેથી કંપનીએ વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી, જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે.

ખેડા જિલ્લા ના માત્ર ઉતરસંડામાં જ મઠીયા અને ચોળાફળીનું ઉત્પાદન કરતા જુદા જુદા 35 થી વધારે ઉત્પાદકો આવેલા છે. દિવાળીના તહેવારમાં બધા જ ઉત્પાદકોનું ઉત્પાદન સમગ્ર વર્ષના ઉત્પાદનને આંબી જાય છે. પરંતુ આ વર્ષે કોરોના ના કારણે પાપડ મઠીયાના વ્યવસાય પર મંદી અને મોંઘવારી નો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here