ડ્રેગન બનાવી રહ્યો છે દુનિયાનો સૌથી ખતરનાક પ્લાન, ભારત સહિત આ મિત્ર દેશો પર ‘મહાસંકટ’

0
66
  • ડ્રેગન બનાવી રહ્યો છે દુનિયાનો સૌથી ખતરનાક પ્લાન, ભારત સહિત આ મિત્ર દેશો પર ‘મહાસંકટ’

લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને હડપ કરવા ટાંપીને બેઠેલા ચીને હવે પોતાના શિંજિંયાંગ પ્રાંતને અમેરિકાના કેલિફોર્નિયાની માફક વિકસીત કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડ્રેગનની આ ચાલથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકોનું જીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે. ચીન ભારતીય મહાદ્વીપમાંથી વહેતી બે મોટી નદીઓ બ્રમ્હપુત્ર અને સિંધુના પ્રવાહને જ બદલાનું ષડયંત્ર રચી રહ્યું છે.

નિષ્ણાંતોના મતે ચીન હવે પાણીને પોતાનું ઘાતક હથિયાર બનાવવા ધારે છે. નિષ્ણાંતોએ ડ્રેગનની આ ચાલને નિષ્ફળ બનાવવા સલાહ આપી છે કે, ભારતે આંતરરાષ્ટ્રીય બહુપક્ષી ફ્રેમવર્ક બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.

જાહેર છે કે, સિંધુ અને બ્રહ્મપુત્ર એમ બંને નદીઓ તિબેટથી શરુ થાય છે. સિંધુ નદી ઉત્તર પ્રશ્ચિમથી ભારતમાં આવીને પાકિસ્તાનના અરબ સાગરને મળે છે. તો બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વમાં ભારત થઈને બાંગ્લાદેશ જાય છે. આ બંને નદીઓ દુનિયાની સૌથી વિશાળ નદીઓમાંથી એક છે. ચીન ઘણા સમયથી આ નદીઓની દિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ચીન બ્રહ્મપુત્રા નદીને યાર્લુંગ ઝાંગબો કહેવામાં આવે છે જે ભૂટાન, અરુણાચલ પ્રદેશમાંથી વહે છે. બ્રહ્મપુત્રા અને સિંધુ બંને નદીઓ ચીનના શિંજિયાંગ વિસ્તારમાંથી નીકળે છે. સિંધુ નદી લદ્દાખ થઈને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે.

અમેરિકના જાણીતા સમાચારપત્રના અહેવાલ અનુસાર ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી 1000 કિમી લાંબી સુરંગ મારફતે તિબેટના પઠારથી તકલમકાન લઇ જવાની યોજના ધરાવે છે. આ એક સુકો વિસ્તાર છે જેને તે હર્યોભર્યો કરવા ધારે છે. સાથો સાથ ચીન પાણીને હથિયાર બનાવવા ધારે છે. ચીનના આ બદઈરાદાનો તાજો જ નમુનો ગલવાન ઘાટીમાં થયેલ સંઘર્ષ બાદ જોવા મળ્યો હતો. ચીને ગલવાન નદીનું પાણી પણ રોકી દીધું હતું. ગલવાન નદી સિંધુની એક પેટાનદી છે. જ્યારે આ અગાઉ પણ ચીને બ્રહ્મપુત્રની શિઆબૂકુ પ્રવાહનેને રોકી દીધો હતો.  

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે 2017ના જુલાઈમાં કહ્યું હતું કે, ચીનના એક્સપર્ટસ ભેગા મળીને નદીઓને શિંજિયાંગ તરફ વાળવાની યોજના બનાવી રહ્યા છે. શિંજિયાંગને અમેરિકાના કેલીફોર્નિયાની જેમ વિકસિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે એક તોતિંગ 1000 કિમી લાંબી સુરંગ બનાવવાની યોજના છે. ચીન હવે તેના પશ્ચિમ વિસ્તાર ઉપર ધ્યાન આપી રહ્યો છે જે પૂર્વની સરખામણીએ ખાસ્સો અવિકસિત છે.

તિબેટમાં શિંજિયાંગ સુધી પાણી લઇ જવાની સુરંગ માટે 14 કરોડ 73 લાખ ડોલરનો ખર્ચ થશે. આ સુરંગથી 10 થી 15 અબજ ટન જેટલું પાણી મોકલી શકાશે. ચીનનો દાવો છે કે આ યોજનાથી ચીનમાં પાણીની તંગી ખતમ થઇ જશે. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સુરંગથી ત્યાં રહેતા જળચર જીવોને ખૂબ નુકશાન થશે અને ભૂકંપનો ભય પણ વધશે.

ભારત સહિત ચીનના દોસ્ત પર પાણીનું સંકટ

ડ્રેગનના આ ખતરનાક પ્લાનથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકો ઉપર જળ સંકટ આવી શકે છે. ભારતના ઉત્તર પૂર્વમાં બ્રહ્મપુત્ર વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કંઈક આવી જ પરિસ્થિતિ લદ્દાખ અને પાકિસ્તાનમાં સિંધુના પાણીને લઇને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here