તનિષ્ક બાદ હવે સોશિયલ મીડિયા પર બોયકોટ amazon અભિયાન, જાણો શું છે કારણ?

  0
  11

  તનિષ્ક બાદ હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન (amazon)ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કથિત રીતે હિન્દુ ધાર્મિક ભાવનાઓને આહત કરવાને કારણે સોશિયલ મીડિયા પર બોયકોટ એમેઝોન #BoycottAmazon અભિયાન લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એમેઝોન દ્વારા આપત્તિજનક વસ્તુઓ વેચવાને કારણે આ અભિયાન છંછેડવામાં આવ્યું છે.

  ‘ॐ’ હિન્દુ ધર્મ માટે એક પવિત્ર પ્રતિક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે Amzon પર એક એવું ડોરમેટ વેચાઈ રહ્યું છે કે જેના પર ॐ લખેલું છે. આ ઉપરાંત એમેઝોન દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રવાળા ઈનરવેયર પણ વેચવામાં આવી રહ્યા છે. જેનો લોકો ભારે વિરોધ કરી રહ્યા છે.

  ટ્વીટર પર એક યુઝરે પોસ્ટર લઈને ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે, હિંદુત્વની અવમાનના કરવા માટે હું એમેઝોનનો બહિષ્કાર કરૂ છું. આ પોસ્ટમાં તેણે એમેઝોન પર વેચાઈ રહેલ ઈનરવેયરનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં હિન્દુ દેવી દેવતાઓનું ચિત્ર બનેલું છે.

  તો બીજી બાજુ અમુક લોકો એમેઝોનના સમર્થનમાં પણ ઉતરી આવ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આમાં એમેઝોનની શું ભૂલ છે. તે તો બસ એક પ્લેટફોર્મ છે. આ સામાનનું વેચાણ કરતાં વિક્રેતાનો બોયકોટ કરવો જોઈએ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here